લૉકડાઉનમાં ગરીબોને ભૂખથી ટળવળતા જોઈને હજ યાત્રા માટે ભેગા કરેલા રૂપિયા ગરીબોના ભોજન પાછળ ખર્ચી નાખ્યા
કોરોના વાયરસને કારણે આખા દેશમાં હાલ લૉકડાઉનની પરિસ્થિતિ છે. આવામાં અનેક વેપાર-ઉદ્યોગો ઠપ છે અને તેના પર નભેલા લાખો પરિવારોને જીવનનિર્વાહ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આવામાં સેલિબ્રિટીઝથી માંડીને સામાન્ય વ્યક્તિ પોતપોતાની રીતે મદદ માટે આગળ આવી રહ્યાં છે. મજૂર પણ મજૂરની મદદ કરે છે. અબ્દુર રહેમાનની ઉંમર 55 વર્ષની છે અને તે કર્ણાટકના મેંગ્લોરના રહેવાસી છે. ખેતરમાં કામ કરીને તેઓ પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. જીવનભરથી તેમની એક જ ઈચ્છા હતી કે, તે હજની યાત્રા માટે મક્કા-મદીના જાય. આ વર્ષે તે જવાના પણ હતા. તેમણે પોતાની કમાણીમાંથી એક-એક પાઈ બચાવીને આ યાત્રા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી લીધી હતી પણ કોરોના વાયરસને કારણે બધું કેન્સલ થઈ ગયું પણ તેમણે હજ માટે એકઠી કરેલી રકમથી એવા લોકોની મદદ કરવાનું નક્કી કર્યું જે લોકોને જમવાનું નહોતું મળી રહ્યું. જે ગરીબ, મજૂર લોકોના ઘરનું કરિયાણું ખતમ થઈ ગયું હતું.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
હજ યાત્રા માટે કરી હતી બચત
અમારા સહયોગી ટાઈમ્સ ઑફ ઈન્ડિયા અનુસાર, મેંગ્લોરના બંતવાલના રહેવાસી અબ્દુર રહેમાને એવા 25 પરિવારોની મદદ કરી જેમના ઘરમાં ખાવા માટે કશું જ નહોતું. તેમણે લોકોના ઘરે ચોખા અને બાકીનું કરિયાણું પહોંચાડ્યું. તેમણે કહ્યું કે, મને બહુ દુ:ખ થયું જ્યારે રોજ કમાઈને ખાનારા લોકોને લૉકડાઉન દરમિયાન ઘરે બેઠેલાં જોયા. મને તેમની મદદ કરવાની ઈચ્છા થઈ.
કેટલા રૂપિયા ખર્ચાયા તે પણ ન કહ્યું
અબ્દુર રહેમાને આ સદકાર્યમાં કેટલા રૂપિયાનો ખર્ચ થયો તે વિશે પણ કોઈને જણાવવાની ના પાડી દીધી. તેમના પુત્ર ઈલિયાસે જણાવ્યું કે, તેના પિતા ખેતમજૂર તરીકે કામ કરે છે. તેની માતા ઘરે રહે છે. તે કહે છે કે, તેના પિતા ઘણાં વર્ષોથી હજની યાત્રા માટે રૂપિયા એકઠાં કરી રહ્યાં હતા પણ આ લૉકડાઉન થયું અને તેમાં વિસ્તારના ગરીબ લોકોની ભૂળ જોઈ તેમનાથી રહેવાયું નહીં. તે તેમની મદદ માટે આગળ આવ્યા.
ઘણા લોકોએ દેખાડી માનવતા
ઉલ્લેખનીય છે કે, આ કપરાં સમયમાં અનેક લોકો પોત-પોતાની રીતે ગરીબ-મજૂર અને નિરાશ્રિત વર્ગની મદદ માટે આગળ આવ્યા છે. કોઈએ રૂપિયા તો કોઈએ કરિયાણું આપીને લોકોની મદદ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..