ધો.10ના વિદ્યાર્થીનું અકસ્માત બાદ બ્રેઈન ડેડ, પણ અંગદાનથી ચારના જીવન બચાવ્યા

સુરતઃવલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ચાર રસ્તા પાસે દહેલી ગામમાં રહેતા અને ધોરણ 10નો અભ્યાસ કરતાં વિદ્યાર્થીને એક્સિડન્ટ બાદ બ્રેઈનડેડ જાહેર કરાયો હતો.બાદમાં વિદ્યાર્થીના અંગોના દાન કરાયું હતું.કોળી પટેલ સમાજના બ્રેનડેડ મીત ભરતભાઈ પટેલના પરિવારે કિડની, લિવર અને સ્વાદુપિંડનું દાન કરી ચાર વ્યક્તિઓને નવજીવન આપીને માનવતાની મહેક પ્રસારી સમાજને નવી દિશા બતાવી છે.

ઝેરોક્ષ કરાવવા જતાં એક્સિડન્ટ
1.ભીલાડમાં આવેલ સ્વામીનારાયણ ગુરુકુળમાં ધોરણ-૧૦ માં અભ્યાસ કરતાં 16 વર્ષિય મીત ભરતભાઈ પટેલ પિતા સાથે ગત 26મીના બાઈક પર બેસીને ઝેરોક્ષ કરાવવા જઈ રહ્યો હતો. ત્યારે ભીલાડ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે એક અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા મીત બાઈક ઉપરથી નીચે પડી ગયો હતો. તેને માથામાં તેમજ કમર અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. તેથી તેને તાત્કાલિક વાપીમાં આવેલ રેઈન્બો હોસ્પીટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની મહાવીર ટ્રોમા હોસ્પીટલમાં રાત્રે સાડા અગિયાર કલાકે ડૉ. કરસન નંદાનીયાની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા નાના મગજમાં લોહીનું પરિભ્રમણ બંધ થઇ થઇ ગયું હતું. તેમજ મગજ ઉપર સોજો હોવાનું નિદાન થયું હતું. અને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો.

 

પરિવારે અંગદાનનો નિર્ણય લીધો
2.એક ભાઈ અને બહેન ધરાવતાં મિતના અંગોના દાન અંગે પરિવારને સમજાવવામાં આવ્યું હતું. પરિવાર પણ મીતના અંગો દ્વારા અન્યોને નવજીવન મળતું હોય તો તેઓ તૈયાર હતાં. મીતના પિતા ભરતભાઈએ જણાવ્યું કે, મારો દીકરો બ્રેનડેડ છે, અને તેનું મૃત્યુ નિશ્વિત છે ત્યારે તેના અંગોના દાન થકી કોઈના લાડકવાયાને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.

મીતના અંગો આ વ્યક્તિને અપાયા
3.દાનમાં મેળવવામાં આવેલ કિડની પૈકી એક કિડની અમદાવાદના રહેવાસી રતનબેન સંદીપ વાઘેલા ઉ.વ. ૩૬, બીજી કિડની ભરૂચના રહેવાસી રાજેન્દ્રસિંહ મુળજીભાઈ સયાનીયા ઉ.વ.૬૬, લિવર અમદાવાદના રહેવાસી અલ્પેશ દિનેશચંદ્ર ભલાણી ઉ.વ. ૪૫, જયારે સ્વાદુપિંડનું ટ્રાન્સપ્લાન્ટ માંગરોળના રહેવાસી પોપટભાઈ મેરૂભાઈ ઓડેદરા ઉ.વ. ૩૯માં અમદાવાદની IKDRC ખાતે ડો. પ્રાંજલ મોદી, ડૉ. જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો