મૂળ બોટાદની અને રાજકોટમાં રહીને અભ્યાસ કરતી 20 વર્ષની યુવતી પર તેના જ મિત્રએ અન્ય બે વ્યક્તિઓ સાથે મળીને 18 દિવસ સુધી ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું

બોટાદ જિલ્લામાં એક 20 વર્ષીય યુવતી જે ડોક્ટર બનવાના સપના જોઈ રહી હતી અને મેડિકલનો અભ્યાસ કરવા માટે તૈયારી કરી રહી હતી તેના પર ત્રણ આરોપીઓ દ્વારા કથિત રીતે ગેંગરેપ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ મળી છે. આ ત્રણેય વ્યક્તિએ બોટાદમાં એક ફાર્મ હાઉસમાં યુવતીને 18 દિવસ સુધી ગોંધી રાખી હતી અને તેના પર પાશવી અત્યાચાર ગુજાર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

યુવતીએ વિજ્ઞાન પ્રવાહમાં બારમા ધોરણમાં સારા માર્ક્સ મેળવ્યા હતા અને NEETની તૈયારી કરી રહી હતી. ટોચના પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે યુવતી રાજકોટમાં અભ્યાસ કરતી હતી પરંતુ અવારનવાર તેના વતન બોટાદ જિલ્લામાં આવતી હતી. આ દરમિયાન તેનો સંપર્ક ત્રણમાંથી એક આરોપી ઈન્દ્રજીત ખાચર સાથે થયો હતો. મિત્રતા બાદ ગત 9 ડિસેમ્બરે યુવતી ઈન્દ્રજીતના ફાર્મ હાઉસ પર ગઈ હતી જ્યાં તેના બે મિત્રો જયવીર ખાચર અને સત્યજીત ખાચર પણ હાજર હતા. અહીં દારૂ પીધા બાદ ત્રણેય વ્યક્તિએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

રાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર જીડી કાલિયાએ જણાવ્યું કે ત્રણેયએ છોકરીને 18 દિવસ સુધી ફાર્મ હાઉસમાં ગોંધી રાખી અને તેના પર ગેંગરેપ કર્યો હતો. જ્યારે યુવતીએ પોતાને મુક્ત કરવા વિનંતી કરી, ત્યારે તેઓએ યુવતીને માર પણ માર્યો હતો. જે બાદ 26 ડિસેમ્બરના રોજ આરોપીઓએ એ શરતે યુવતીને જવા દેવાની તૈયારી દર્શાવી કે તેણી પોતાના ઘરે નહીં જાય અને તેના બદલે રાજકોટ જશે. તેમજ જો યુવતી આ અમાનુષી અત્યાચાર અંગે કોઈને જણાવશે તો તેઓ તેના માતાપિતા અને બહેનને મારી નાખવાની ધમકી આપી હતી.

ત્યારબાદ ત્રણેય આરોપીઓ યુવતીને જામનગર જવા માટે બસમાં બેસાડવા માટે જસદણ લઈ ગયા હતા. કારણ કે યુવતીએ એમ જણાવ્યું હતું કે તે જામનગર જશે જ્યાં તેના સંબંધી રહે છે. જે બાદ યુવતીએ પોતાના સંબંધીના ઘરે પહોંચી તેની સાથે બનેલી સમગ્ર ઘટના અંગે જણા્યું હતું. જેથી તેઓ 27 ડિસેમ્બરે યુવતીને સરકારી જીજી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં યુવતીએ જામનગર બી-ડિવિઝન પોલીસને વિગતવાર નિવેદન આપ્યું હતું જે પછી પોલીસે સમગ્ર મામલે રાણપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને કેસ નોંધવામાં આવ્યો હતો.

જામનગરમાં યુવતીએ આપેલા નિવેદનના આધારે રાણપુર પીએસઆઈ કાલિયાએ યુવતીની ફરિયાદ લીધી અને એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ સાથે જ પોલીસે જણાવ્યું કે ત્રણેય આરોપીઓને પૂછપરછ માટે રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. જોકે આ કિસ્સામાં કેટલાક સવાલ પણ ઉભા થઈ રહ્યા છે કે જ્યારે યુવતી છેલ્લા 18 દિવસથી ગુમ હતી ત્યારે શા માટે તેના પરિવારના સભ્યોએ યુવતીને શોધી કાઢવા અથવા ગુમ થવા બાબતે ફરિયાદ નોંધાવવાનો કોઈ પ્રયાસ કર્યો નહતો. આ અંગે પૂછવામાં આવતા, ભાવનગરના રેન્જ આઈજી અશોક કુમાર યાદવે TOIને કહ્યું: “આ તપાસનો વિષય છે અને અમે તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છીએ.”

આ કેસની તપાસને ઝડપી બનાવવા માટે નાયબ પોલીસ અધિક્ષક, તપાસ અધિકારી અને વધુ એક અધિકારીનો સમાવેશ કરતી વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. રેન્જ આઈજી અશોક કુમાર યાદવે જણાવ્યું હતું કે, આ કેસમાં ઝડપથી દોષિતોને સજા મળે માટે અમે વિશેષ સરકારી વકીલની પણ નિમણૂક કરીશું.

(જાતીય અત્યાચાર સાથે જોડાયેલા કેસો અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ પીડિતાની ઓળખ તેની ગોપનીયતાની સુરક્ષા માટે જાહેર કરવામાં આવી નથી)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો