AAP નેતાએ સવાલ કરતા સુરતના મેયરે કહ્યું- મોબાઈલ બંધ કરો નહિતર રજૂઆત સાંભળીશ નહીં

સુરતમાં આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરો જ્યારે શહેરમાં સરકારી શાળાને મંજૂરી અને શિક્ષકોની ભરતીને લઇને રજૂઆત કરવા માટે મેયર હેમાલી બોઘાવાલાને રજૂઆત કરવા માટે ગયા ત્યારે મેયર દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સાથે અણછાજતું વર્તન કરવામાં આવ્યું હતું. મેયરે આમ આદમી પાર્ટીને કોર્પોરેટરોને સ્પષ્ટ પણે કહી દીધું હતું કે, મોબાઈલમાં રેકોર્ડીંગ બંધ કરો નહીં તો હું રજૂઆત સાંભળીશ નહીં.

જ્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો મેયરની ચેમ્બરમાં રજૂઆત કરવા ગયા ત્યારે મેયરે કહ્યું કે, પહેલા તો મારી વાત સાંભળો તમે વીડિયો રેકોર્ડીંગને એ બધું કરવાના હોય તો આ બંધ કરી દેજો. લોકોને આ બધું થોડું બતાવવાનું હોય. તમે બતાવશો તો જ લોકોને ખબર પડશે? લોકોને આમ પણ ખબર પડે છે કે કોણ કેટલું કામ કરે છે. હું રજૂઆત અત્યારે નહીં સાંભળીશ તમારા બધાના મોબાઈલ બંધ કરી દો. તો શાસકપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, રજૂઆત જે હોય તે તમે આપી દો રેકોર્ડીંગ કે એવું કઈ હોય નહીં. મીડિયાને તમે કહી દેજો અમે આ વાત કરી છે.

આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે કહ્યું હતું કે, રજૂઆત કરવાની જગ્યા પર જ મેડમ રજૂઆત સાંભળતા નથી. તો અમારે રજૂઆત કરવા ક્યા જવાનું. અમે તો બાળકોના શિક્ષણ માટે આવ્યા છીએ. મેડમ તમે એ જણાવો કે શિક્ષકોની અછત છે અને શાળામાં જે બિન શૈક્ષણિક સ્ટાફ નથી તે ક્યા સુધીમાં શાળાઓને મળી રહેશે. આ વાતને લઇ મેયરે કહ્યું હતું કે, તમારી અરજી આપી દો અમે જોઈ લેશું.

જયારે કોર્પોરેટરો આ બાબતે મેયર પાસે જવાબ માગતા હતા ત્યારે શાસક પક્ષના નેતા વચ્ચે-વચ્ચે બોલતા હતા ત્યારે AAPના કોર્પોરેટરે કહ્યું અમે તમારી સાથે વાત નથી કરતા મેયર સાથે વાત કરીએ છીએ. ત્યારે મેયરે જવાબ આપ્યો કે, આ શાસક પક્ષના નેતા છે તમે જેમ કોર્પોરેટરોને લાવ્યા છો તેમ મારા પણ પદાધિકારીઓ અહિયાં બેસતા હોય છે. તમે મેયરને રજૂઆત કરવા આવ્યો છો તો બસ તમે રજૂઆત આપી દો અમે અમારી રીતે જોઈ લેશું.

જ્યારે શિક્ષકોની ઘટ બાબતે કોર્પોરેટરો મેયરને જવાબ આપવા કહેતા હતા ત્યારે મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે ચર્ચા માટે આવ્યા હોય ત્યારે આ રીતે કોઈ વીડિયો રેકોર્ડીંગ કે ઓડિયો રેકોર્ડીંગ કરીને કોઈ વસ્તુની ચર્ચા ન થાય. તમે લોકોને દેખાડો કરવા માટે આ રીતે બોલીને કરો છો અને અમે લોકો નક્કર કામ કરીએ છીએ. અંતે મેયરે એવું પણ જણાવ્યું હતું કે, હવે હું વીડિયોમાં પ્રજાને કહું છું કે, આમ આદમી પાર્ટી વાળાએ અમને જે અરજી આપી છે તે અરજીનો અમે અભ્યાસ કરીશું. ત્યારબાદ યોગ્ય નિરાકરણ લાવીશું અસ્તુ ભારત માતા કી જય, આપ જઈ શકો છો અને બહાર બીજા વેઇટ કરે છે.

આ બબાતે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલીયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ બાબતેનો સવાલ હતો તેમાં મયેરને કેટલો રસ છે તે તમે વીડિયોમાં જોયું છે. તમારા બાળકોના શિક્ષણમાં મેયરને કેટલો રસ છે તે તમે આ વીડિયોમાં જોયુ હવે તમારે વિચાર કરવાનો કે તમારે તામારા બાળકોનું ભવિષ્ય કેવું બનાવવું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો