ધોરાજીના કલાણા ગામના ખેડૂત પુત્રે બેટરી આધારિત ચાલતી સાઇકલ બનાવી

ધોરાજીના કલાણા ગામના ખેડૂત પરીવારનો રાજકોટ ખાતે એન્જીનીયરીગ કોલેજમાં ઈલેકટ્રીકનો અભ્યાસ કરતા યૂવાને બેટરી આધારીત એઈમ્સ હાઈબ્રીડ સાઇકલ બનાવીને પોતાના તા.12 ડિસેમ્બરના રોજ જન્મ દિને પોતાના પિતાને ભેટ આપી હતી.

ધોરાજીના કલાણા ગામના રાજકોટ ખાતે એન્જીનીયરીગ કોલેજમાં ઈલેકટ્રીક અભ્યાસ કરતા યુવાન મૌલીક પ્રદીપભાઈ શેરઠીયાએ પોતાના પિતાનુ સ્વપ્ન પૂરૂ કરવા માટે સંશોધન કરીને 8 દિવસની મહેનતથી બેટરી આધારીત એઈમ્સ હાઈબ્રીડ સાઇકલ બનાવી છે. આ સાઇકલ જે માત્ર રૂ.7ના ખર્ચે 35થી 40કિલો મીટર તે પણ 42 કિમીની ઝડપે ચાલે છે. આ સાઇકલમાં બેક લાઈટ, હોર્નની સુવિધાઓ પણ છે. આ સાઇકલમાં પેન્ડલનો ઉપયોગ થઈ શકે છે, જે સાઇકલ મૌલીક તેના જન્મદિને તા.12 ડિસેમ્બરના રોજ પોતાના પિતાને ગીફ્ટ ભેટ આપી ને સ્વપ્ન પૂરૂ કર્યું. એ ઉપરાંત આ સાયકલમાં એલ.ઇ ડીની હેડ લાઇટ પણ લગાવવામાં આવી છે તેથી રાત્રે પણ એ સાયકલનો બિન્દાસ ઉપયોગ કરી શકાય છે. આ સાયકલ 100 % પ્રદૂષણ મુક્ત, ઈંધણ મુક્ત હોવાથી વાપરવા માટે પણ ખૂબ જ ફાયદાકારક બની શકે છે.

ધોરાજીના નાનકડા ગામના ખેડૂત પુત્ર યુવાને બનાવી માત્ર 7 રૂપિયાના ખર્ચે 40 કિલોમીટર ચાલતી બેટરી આધારીત AIM’s હાઈબ્રીડ સાઇકલ..

પિતાનું સ્વપ્ન હતું કે હું નવી શોધ કરું: ખેડૂત પુત્ર

મારા પિતાનુ સ્વપ્ન હતું કે હું નવી શોધ કરુ જેથી મે 8 દિવસની મહેનતે બેટરી આધારીત સાઇકલ બનાવી છે. જે ચાર્જીગ થયા બાદ 35થી 40 કીલો મીટર અને તે પણ 42 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. આ સાઇકલ ઈંધણ મુક્ત, પદુષ્ણ મુક્ત, ઘોઘાટ રહીત છે. મૌલિક શેરઠિયા, ખેડૂત પુત્ર

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો