કિશન જેવા 1500 લોકો કમરગનીના નિશાને હતાં, કટ્ટરવાદી વિચારો ધરાવતી સંસ્થાએ 1500નું લીસ્ટ બનાવ્યું હતું, મૌલાના ગુજરાતના 48 લોકોના સંપર્કમાં હતા
ધંધુકાના કિશન ભરવાડની હત્યા કેસમાં પકડાયેલ મુખ્ય આરોપી કમર ગની ઉસ્માની અને હથિયાર પૂરા પાડનાર અઝીમ સમાંના રિમાન્ડ પૂર્ણ થતાં બન્ને આરોપીઓને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં આરોપી અજીમ સમાંના વધુ રિમાન્ડ ના મંગાતા તેને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જ્યારે માસ્ટર માઈન્ડ કમર ગની ઉસ્માનીના વધુ 9 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
કિશનની હત્યા કેસનો માસ્ટર માઈન્ડ અને કટ્ટરવાદી આરોપી કમર ગની ઉસ્માનીના રિમાન્ડ પૂર્ણ થતાં તેની વધુ તપાસ અર્થે ગુજરાત ATS દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જેમાં રિમાન્ડ દરમિયાન આરોપીને ફંડિંગ ક્યાંથી પૂરું પાડવામાં આવતું હતું? આ સાથે જ કટ્ટરવાદી વિચારો ધરાવતી સંસ્થા TFI દ્વારા જે 1500 વ્યક્તિઓને ટાર્ગેટ બનાવવાનું લિસ્ટ બનાવવાના આવ્યું છે. આ લિસ્ટમાં કોના-કોના નામનો સમાવેશ છે ? અને આ લિસ્ટ કયા આધારે બનવામાં આવ્યું છે? આ સિવાય થોડા દિવસો પહેલા જ TFI માંથી 6 થી 7 વ્યક્તિઓએ રાજીનામાં આપ્યા હતા આ વ્યક્તિઓ કોણ છે અને શા માટે રાજીનામા આપ્યા હતા? તેની તપાસ જરૂરી છે.
તેમજ કમર ગનીના મોબાઈલના CDRનો અભ્યાસ કરતા ગુજરાતના 48 શખ્સો તેના સંપર્કમાં હોવાનું ખુલ્યું છે. આ શખ્સો કોણ છે અને શા માટે કમર ગની એ તેમનો સંપર્ક કર્યો હતો? તે તપાસ કરવા માટે આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવાની દલીલ સરકારી વકીલ દ્વારા નામદાર કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. જો કે બચાવ પક્ષના વકીલ દ્વારા રિમાન્ડના મુદ્દાનો પુનરાવર્તન થતું હોવાના કારણે 14 દિવસના રિમાન્ડ ના આપી શકાય તેવી દલીલ કરતા નામદાર કોર્ટ દ્વારા કમર ગની ઉસ્માનીના 16 ફેબ્રુઆરી બપોર 3 વાગ્યા સુધીના એટલે કે કુલ 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, મૌલાના કમરગનીએ મોબાઈલમાં ચેટ અને પુરાવા ડિલીટ કરી દીધા છે. જેથી મોબાઇલની હિસ્ટ્રીની રિકવરી માટે FLSમાં મોકલવામાં આવ્યો છે. બીજી બાજુ કમર ગનીના બેંક એકાઉન્ટની વિગત સામે આવતા મોટો ખુલાસો થયો છે કે, કમર ગનીએ TFI સંસ્થાના બેન્ક એકાઉન્ટમાંથી કુલ 11 લાખના ટ્રાન્જેક્શન થયા છે. જેમાંથી રૂપિયા 9 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પૈસાનો સાચો સ્ત્રોત કયો છે? અન્ય કોઈ સંગઠન ફન્ડિંગ કરવામાં મદદરૂપ છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવશે.
આ સાથે જ હજુ આરોપી કમર ગનીના પર્સનલ એકાઉન્ટની તપાસ કરવાની પણ હજુ બાકી છે, ત્યારે સેન્ટ્રલ એજન્સી સહિત યુપી ATS પણ આરોપી મૌલાના કમરગનીની પૂછપરછ કરી ચૂકી છે. જેમાં હજુ પણ અનેક ખુલાસા થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..