વડોદરાની પરિણીતાનો આક્ષેપ: પતિ દારૂ પીને તેના ભાઇ અને પિતા સાથે સંબંધ બાંધવા દબાણ કરે છે, સાસુને અન્ય સાથે અનૈતિક સંબધો છે
દારૂ, ચરસ અને ગાંજો જેવા નશીલા પદાર્થોનું સેવન કરીને દહેજ માટે ત્રાસ ગુજારી રહેલા પતિ અને પતિને મદદરૂપ સાસરીયાઓ સામે વડોદરાની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, પતિ તેના ભાઇ અને પિતા સાથે પરિણીતાને શારીરિક સબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. આ ઉપરાંત સાસુને અન્ય વ્યક્તિ સાથે અનૈતિક સંબધો છે. તેઓ માટે હું નડતરરૂપ હોવાથી સાસુ પતિને ગેરમાર્ગે દોરી ત્રાસ આપી રહ્યા છે. આ ઉપરાંત પતિને સસરા, નણંદ અને દિયર સહિતના સાસરીયાઓ ગેરમાર્ગે દોરી ત્રાસ આપી રહ્યા છે.
પિયરમાંથી કશું નથી લાવી નથી તેમ કહી સાસરીયા ત્રાસ આપતા હતા
મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ દહેજ ભુખ્યા સાસરીયાઓનો ભોગ બનેલ વડોદરાની રાધિકાબહેનનું (નામ બદલ્યું છે) લગ્ન 8 વર્ષ પહેલાં ભરૂચ-ઝાડેશ્વર ખાતે રહેતા દેવન્દ્રસિંહ ગોહિલ સાથે થયું હતું. લગ્નના બે વર્ષ બાદ રાધિકાએ દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મ બાદ પતિ તેમજ સાસુ, સસરા, દિયર, નણંદો, નણંદોઇએ પિયરમાંથી લગ્ન સમયે દહેજમાં કશું લાવી નથી, તેમ જણાવી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
પતિ દારૂ, ચરસ, ગાંજાનું સેવન કરી પત્ની પર ત્રાસ ગુજારતો હતો
પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, પતિએ લગ્ન પહેલાં નિર્વ્યસની હોવાનું જણાવ્યું હતું. પરંતુ, લગ્ન બાદ ખબર પડી કે, પતિ દારૂ, ચરસ, ગાંજો જેવા નશીલા પદાર્થનો બંધાણી છે. નશામાં ઘરે આવીને મારઝૂડ કરતો હતો. પરંતુ, દીકરી હોવાથી પરિણીતા ચુપચાપ સહન કરતી હતી. રાધિકા મુંગા મોઢે ત્રાસ સહન કરતી હોવાથી સાસુ, સસરા, નણંદો, નણંદોઇ અને દિયર પણ ત્રાસ આપતા હતા અને ઘરમાંથી દીકરીને લઇ ચાલ્યા જવાની અવાર-નવાર ધમકી આપતા હતા. પતિને ગેરમાર્ગે દોરી મારઝૂડ કરાવતા હતા.
પતિ તેના ભાઇ અને પિતા સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો
મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પરિણીતાએ કરેલા આક્ષેપ મુજબ, પતિ દેવન્દ્રસિંહ પત્ની રાધિકાને પોતાના ભાઇ અને પિતા સાથે શારીરિક સબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. શારીરિક સબંધ બાંધવા માટે ઇન્કાર કરે તો પતિ રાધિકાને માર મારતો હતો. પતિને કામવાળી મહિલા સાથે પણ અનૈતિક સબંધો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.
સાસુને અન્ય વ્યક્તિ સાથે અનૈતિક સબંધો છે
પરિણીતાએ ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, સાસુને અન્ય વ્યક્તિ સાથે અનૈતિક સબંધો છે. જેમાં હું આડખીલીરૂપ બનતી હોવાથી તેઓ દહેજના ઓથા હેઠળ ત્રાસ આપતા હતા. ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, વર્ષ-2014માં દિવાળી બાદ રાધિકા સુરત નણંદના ઘરે ગઇ હતી. ત્યારે નણંદ અને નણંદોઇએ ભેગા મળી હાથ પકડી રાખીને જબરજસ્તીથી દારૂ પીવડાવ્યો હતો.
પરિણીતાએ 9 લોકો સામે ફરિયાદ નોંધાવી
દહેજ ભુખ્યા સાસરીયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતા રાધિકા દીકરીને લઇ વડોદરા ખાતે તેના પિયરમાં રહે છે. રાધિકાએ પોતાનું અને પોતાની દીકરીનું ગુજરાન ચલાવવા માટે અને ન્યાય માટે પતિ, સાસુ, સસરા, દિયર, નણંદો અને નણંદોઇ સહિત 9 સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..