રાજકોટ જિલ્લામાં વધુ એક પરિણીતાએ કર્યો આપઘાત, 15 મિનિટ પહેલા માતા-પિતાને ફોન કરીને કહ્યું હતું કે ‘પપ્પા તમે અને મમ્મી ઘરે આવો’

રાજકોટ (Rajkot news) જિલ્લામાં વધુ એક પરિણીતાએ ગળાફાસો (Married woman suicide) ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધા હોવાનું સામે આવ્યું છે. ગળાફાંસો ખાતાના 15 મિનિટ પહેલા પરિણીતાએ પિતાને (dughter called parents before sucide) ફોન કરીને કહ્યું હતું કે, તમે અને મમ્મી અહીં આવો ને. ત્યારે પરિવાર જ્યારે દીકરીના સાસરે પહોંચ્યો ત્યારે તેમને દીકરી નહીં પરંતુ દીકરીની લાશ જોવા મળી હતી. બે વર્ષ પૂર્વે દીકરીને જ્ઞાતિના રીત રિવાજ મુજબ પરણાવવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પ્રાપ્ત માહિતી અનુસાર જસદણ તાલુકાના પોલારપર ગામે સાસરુ તેમજ પિયર ધરાવતી કૈલાશબેન ઉર્ફે કોમલ બેન મકવાણાએ શનિવારના રોજ બપોરના બાર વાગ્યા આસપાસ કોઈ કારણોસર પોતાના ઘરમાં રહેલ પંખા સાથે ચૂંદડી બાંધી ગળાફાસો ખાઈ લીધાનો બનાવ સામે આવ્યો છે. પત્નીએ ગળાફાંસો ખાધા ની જાણ પતિને થતાં પતિએ તાત્કાલિક અસરથી જસદણ પોલીસ મથકમાં બનાવ અંગે જાણ કરી હતી.

પોલીસને આત્મહત્યાના બનાવની જાણ થતા તાત્કાલીક અસરથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ત્યારબાદ પંખા સાથે લટકતી પરિણીતાની લાશને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પોલીસે ગુનો દાખલ કરી આપઘાતનો કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

સમગ્ર મામલે પરિણીતાના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરીના લગ્ન બે વર્ષ પૂર્વે હિતેશ મકવાણા સાથે થયા હતા. મારી દીકરી અને મારા દીકરાનું સામ સામુ લગ્ન નક્કી કર્યું હતું. જે બનાવ બન્યો તેના પંદર મિનિટ પૂર્વે જ તેનો ફોન આવ્યો હતો કે તમે અને મમ્મી બંને અત્યારે જ અહીં આવો. ફોન મળતાની સાથે છે અમે બંને પતિ-પત્ની ઘરેથી નીકળી ગયા હતા પરંતુ રસ્તામાં જ અમારા જમાઈ નો મારા પર ફોન આવ્યો હતો કે, તમારી દીકરીએ આ પ્રકારનું પગલું ભરી લીધું છે. અમે મારી દીકરીના સાસરીએ પહોંચે તે પૂર્વે જ દીકરી નહીં પરંતુ દીકરીની લાશ જોવા મળી હતી.

તો બીજી તરફ સમગ્ર મામલે હિતેશ મકવાણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારે અને મારી પત્ની અને કોઇપણ જાતનો અણ બનાવ ન હતો. હું બહારથી આવીને જ્યારે ઘરમાં પહોંચ્યો ત્યારે મેં મારી પત્નીને ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોઇ હતી. હું આટકોટ થી ગાડી લઈને કપડા બદલવા ઘરે આવ્યો હતો. જ્યારે ઘરે આવીને જોયું તો પત્નીએ ગળાફાંસો ખાઇ લીધો છે. અમારે સંતાનમાં કંઈ નથી અને કયા કારણોસર મારી પત્નીએ આ પ્રકારનું પગલું ભરી લીધું છે તે બાબતનો મને ખ્યાલ પણ નથી.

સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનો નોંધી આપઘાતનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પોલીસ તપાસમાં મૃતક કૈલાસબેન ઉર્ફે કોમલ બેનને આત્મહત્યા કરવા કોઈએ પ્રેર્યા હતા કે કેમ તે ખુલવા પામે છે કે કેમ તે જાણવું અતિ મહત્ત્વનું બની રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો