આણંદમાં યોજાયા અનોખા લગ્ન, જાનમાં 150 વિક્લાંગ બાળકો અને ઘરડાઘરના વૃદ્ધોને ભોજન કરાવીને અનોખુ ઉદાહરણ પુર પાડયું
ચરોતરમાં આણંદ શહેરમાં અનોખા લગ્ન યોજાયા હતા.આણંદ નગરપાલિકાના કાઉન્સિલર જનક પટેલે પુત્રની જાનમાં કંઇક હટકે કરવા જાનૈયા તરીકે 150 વિકલાંગ બાળકો અને ઘરડા ઘરના વૃધ્ધોને સામેલ કરીને તેઓને લગ્નની મજા માણવાનો અવસર પૂરો પાડયો હતો.તેમજ જાનૈયાઓની સાથે ભોજન કરાવીને ઘરડા ઘરના વૃધ્ધોને પરિવારની ભાવના દર્શાવીને અનોખુ ઉદાહરણ પુર પાડયું હતું.
આણંદના જનક પટેલે પોતાના દીકરાના લગ્નમાં એક અનોખી કંકોત્રી બનાવી જે કંકોત્રી લગ્ન બાદ જેતે સબંધી સ્નેહી અને મિત્રો ને ચકલીના માળા તરીકે ઉપયોગમાં આવી લઇ શકાય તેવી વિતરણ કરી હતી. સૌથી મહત્વની વાત તો એ છે કે આ લગ્નપ્રસંગ દરમિયાન લગ્નમાં હાજરી આપનાર દરેક આમંત્રિતોને પક્ષીઓ માટે ચણ રિટર્ન ગિફ્ટમાં આપ્યા હતા.
સાથે સાથે આ વરવધુને અંતરના આશિષ મળે તે માટે જનકભાઈએ ઘરડા ઘરમાં રહેતા વડીલ વૃધોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું સાથે સાથે 200 જેટલા દિવ્યાંગ બાળકોને પણ લગ્નમાં લાવવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી લગ્નોને ભવ્ય બનાવવા લોકો અનેક પ્રયાસો કરતા હોય છે પરંતુ રવિવારે યોજાયેલ આ લગ્ન અનોખું એટલા માટે કહેવાય કે અહીં પરોપકારની ભાવના સાથે લગ્ન યોજાયું છે.
જ્યારે લગ્નની કંકોત્રી પણ વિશિષ્ઠ પ્રકારની બનાવી જેને ફોલ્ડ કરવાથી તે પક્ષીના માળા બની જતા તેવી રાખવામાંથી આવી હતી. ઉપરાંત લગ્નમાં ચાંલ્લાની રિર્ટન ગિફ્ટમાં પણ પક્ષીઓને ચણવા માટે ચણ આપી પક્ષી પ્રેમ કેળવવા સમાજને હાંકલ કરી હતી.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.