આ તે કેવા વિધિના લેખ!: દિકરીના લગ્નમાં પિતાનું મૃત્યુ, સુખનો પ્રસંગ દુ:ખમાં પરિણમ્યો પણ 3 પુત્રીઓએ પિતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરી

પુત્રીના લગ્નના દિવસે જ બિમાર પિતાનું મૃત્યુ થતાં પિતાની અંતિમ ઇચ્છા મુજબ પુત્રીના લગ્ન કરી તેને વળાવી હતી. જે બાદ પુત્રી સાસરીએથી પરત આવી અન્ય બે બહેનો સાથે પિતાની ચિતાને અગ્નિદાહ આપ્યો હોવાની કરૂણ ઘટના વાલિયા તાલુકાના ગીઝરમ ગામે બની હતી. વાલિયા તાલુકાના ગીઝરમ ગામના વતની અને જેસપોર હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે સેવા આપી નિવૃત્ત થયેલાં જશવંતસિંહ માંગરોલાની ત્રણ દીકરીઓ કોમલ, રોશની અને ડો. શિવાની છે. પૈકી ડો.શિવાનીના લગ્ન મંગળવારના રોજ નિર્ધાર્યા હતા.

આ સુખનાં પ્રસંગે પિતા જસવંતસિંહની નાંદુરસ્ત તબિયત હોય દીકરી શિવાનીના લગ્નની વિદાય પહેલા પિતાનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. પરંતુ પિતાની અંતિમઇચ્છા મુજબ તેને ભારેહૈયે પરિવારજનોએ વિદાય આપી હતી. જે બાદ તેમની દીકરી સાસરે ગઈ અને તરત જ પિતાને અગ્નિદાહ આપવા પરત ફરી ત્રણે દીકરીઓએ ભેગા થઈ પિતાની અંતિમવિધિમાં હાજર રહી મુખાગ્નિ આપી હતી. આ શિક્ષિત કુટુંબ રાજપૂત સમાજમાં પ્રેરણારૂપ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો