ખેડૂતોની કમાલ, છોડના વેસ્ટમાંથી મેળવે છે એકરે 40 હજારની આવક

વડોદરાઃ ગુજરાતમાં ખાસ કરીને મધ્ય ગુજરાતમાં આશરે 66,309 હેક્ટરમાં કેળની ખેતી થાય છે. કેળાના(ઝાડ) છોડના ઉપયોગ જાણતા નથી. કેળા કરતાં પણ કેળના છોડના થડ ઉપયોગી સાબિત થઇ રહ્યા છે. હવે ખેડૂતોના ખેતરમાંથી હેપ્પી ફેસીસ ફાઉન્ડેશન અને મણીનાગેશ્વર આશ્રમ-વાડીયા દ્વારા કેળના થડ દીઠ ખેડૂતોને 10 રૂપિયા ચૂકવવામાં આવે છે. આમ ખેડૂતોને કેળના (થડ) કચરામાંથી એકરે 30થી 40 હજાર રૂપિયાની આવક થાય છે.

છોડના વેસ્ટમાંથી મેળવે છે એકરે 40 હજારની આવક

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના શ્રી મણીનાગેશ્વર આશ્રમમાં કેળના થડમાંથી સેન્દ્રીય ખાતર બનાવવાનો પ્લાન્ટ શરૂ કરવામાં આવેલો છે. કેળના થડમાંથી બનાવેલ સેન્દ્રીય પ્રવાહી ખાતર માત્ર 150 રૂપિયામાં લીટર મળે છે. તેમાં 100 લીટર પાણી ઉમેરીને છંટકાવ કરવાનો હોય છે. જેથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે અને ઉત્પાદન બમણું થાય છે. આ કેળના થડમાંથી રેસા કાઢવા અને થડમાં રહેલું પાણી કાઢવા માટેનો એક પ્લાન્ટ (યુનિટ) નાંખવાથી 700થી 800 લોકોને રોજગારી મળી રહે છે, તેમ સ્વામી શ્રી ધર્મદાસ સાહેબજી જણાવ્યુ હતુ.

મધ્ય ગુજરાતમાં આશરે 66,309 હેક્ટરમાં કેળની ખેતી થાય છે, જેનો વેસ્ટ ઉપયોગી છે

તેઓએ ગત વર્ષે મે-2017માં કેળના થડમાંથી રેસા કાઢવાનું અને અમૃતમ સેન્દ્રીય પ્રવાહી ખાતર બનાવવાનો પ્લાન્ટ યુનિટ શરૂ કરેલો છે. આ યુનિટમાં ચાર મશીન લગાવાયા છે. આ યુનિટમાં 10થી 12 યુવાનો રોજગારી મેળવી રહ્યા છે અને આ યુનિટથી ખેડૂતોને-ટ્રેકટરવાળા મજૂરોને રોજગારી મળે છે. તે ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધારસીમેલ, નિશાના-આમટા જેવા અંતરિયાળના આદિવાસીઓને ઘરે બેઠા રોજગારી પૂરી પાડે છે.

છોડના વેસ્ટમાંથી મેળવે છે એકરે 40 હજારની આવક

આદિવાસી સમાજની મહિલાઓ અને પુરૂષો દોરી-દોરડા બનાવવાની કામગીરી કરે છે. મણીનાગેશ્વર આશ્રમ તરફથી હાલમાં 5૦ જેટલી બહેનોને દોરી બનાવવાની કામગીરી સોંપી છે. જેમાં એક મીટર દોરી (વણવા) બનાવવાની મજૂરી સવા રૂપિયો આપવામાં આવે છે. એક મહિલા એક દિવસમાં 200થી 250 મીટર દોરી બનાવે છે. આમ રોજના રૂા. 200 થી 250ની કમાણી કરે છે.

એક પ્લાન્ટ (યુનિટ) નાંખવાથી 700થી 800 લોકોને રોજગારી મળી રહે છે

સ્વામી શ્રી ધર્મદાસ સાહેબજી જણાવ્યુ હતુ કે, આગામી દિવસોમાં કેળના થડમાંથી સેનેટરી પેડ બનાવવાનું આયોજન છે. જેનાથી સેનેટરી પેડ માત્ર 2થી 3 રૂપિયામાં મળતા થઇ જશે.

અમૃતમ સેન્દ્રીય પ્રવાહી ખાતર બનાવવાનો પ્લાન્ટ યુનિટ શરૂ કરેલો છે

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના શ્રી મણીનાગેશ્વર આશ્રમમાં કેળાના થડમાંથી રેષા બનાવી તેની દોરીઓ વડે 50 જેટલી બહેનો દ્વારા વિવિધ ચીજવસ્તુઓ તૈયાર કરવામાં આવે છે.

આદિવાસી સમાજની મહિલાઓ અને પુરૂષો દોરી-દોરડા બનાવવાની કામગીરી કરે છે

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો