મકકમ મનોબળ ધરાવતા માનસી પટેલે વિકલાંગતાને વગર દવાએ દુર કરી છે, જાણો કંઇ ન કરી શકતી વ્યક્તિ અત્યારે શું કરી રહી છે

દિવ્યાંગ દિકરી માનસી પટેલ વીશે જાણો વિશેષ….

મકકમ મનોબળ ધરાવતા આ બેને વિકલાંગતાને વગર દવાએ દુર કરી છે, કંઇ ન કરી શકતી વ્યક્તિ અત્યારે શું કરી રહી છે એના વીસે વાંચો..

માનસી પટેલ ઘરે થી બહાર દુર નીકળી એટલે માટે કામ કરે છે કેમકે એ પોતાના ભાઇને ટેકો આપવા માગે છે… માનસી પટેલ ને પરિવાર ની ના હતી કે તારે કંઇ કામ નથી કરવું પણ ભાઇની વધારે જવાબદારી જોઇ આ દિકરી એ મનોમન કામ કરવાનો નિર્ણય કરી લીધો અને આજે પોતે પગભર થઇ.

આ દિકરી જ્યારથી સમજવા લાગી ત્યાર થી જ એમના મોટાભાઇને ભગવાન માને છે અને મોટા ભાઇને પોતાનું જીવન માને છે.. પોતાના ભાઇ માટે આ દિકરી પોતાની હજારો ખુશી ઓ પણ કુરબાન કરવા તૈયાર છે….

પિતાજી ના અવસાન પછી મારી જવાબદારી મારા મોટાભાઇ અને માતા પર હતી… એક માંનેજ જે દિકરી ને વિકલાંગ જોઇને તકલીફ થતી હોય એ આ દિકરી માનસી પટેલ જ સમજી શકે અને એ માં જેણે વરસો સુધી આ દિકરી ને પોતે નવડાવતા, ખવડાવતા, પાણી પીવડાવતા અને કપડાં પહેરાવતા… જ્યારે આ બધું આ દિકરી ને એના માતાજી જ કરી આપતા…. એ દિકરી હવે આ બધું પોતાનું કામ પોતે જ કરે છે … ઘરના દરેક કામ, જેવાકે રસોઇ બનાવ વી, વાંસણ માંજવા, નોકરી ના સ્થળે ટાઇમ સર પહોચવુ, આ બધા કામ પોતે જ કરે છે …..

આ દિકરી માનસી પટેલ નું કહેવું છે કે હું પોતે ખુશ રહું છું તો મારી તકલીફો ઓછી થઇ જાય છે અને પોતાને ભુલાય જાય છેકે હું દિવ્યાંગ છું .. આ દિકરી માને છે કે ભગવાને મને ઘણા બધા સારા લોકો નો ભેટો કરાવ્યો છે મારે ભગવાન ને ક્યારેય મારી વિકલાંગતાની ફરીયાદ નથી કરવી પડી ….

આ દિકરી ને એના બધા મિત્રો એ દરેક સમયે સાથ સહકાર આપ્યો જ છે અને આજે પણ આપે છે …

આ દિકરી નું કહેવું છે કે કોઇપણ વ્યક્તિ સામાન્ય હોય કે વિકલાંગ, દિકરી હોય કે દિકરો એ ધારે તો બધું જ કરી શકે.. એને લોકો તરફથી હિમંત, સાથ, સ્નેહ, પ્રેમ, પ્રેરણા, જુસ્સો …. સમયે સમયે મળવા જોઇએ ..

લોકો શું કહેશે એ પણ આપણે જ વિચારવું રહયું … લોકોને તો….કામ છે બોલવાનું…. આપણું કામ છે આગળ વધીને કહેવાનું કે હા હું વિકલાંગ છું, તો શું થયું … ભગવાનની તો હું આભારી છું કે મને મનુષ્ય અવતાર આપ્યો …

છેલ્લે…. આ દિકરી નું કહેવું છે કે…. મારા પોતાના મક્કમ મનોબળ આગળ ભગવાન પણ ભુલા પડી ગયા કે આ તો દરેક તકલીફો માં ખુશમિજાજ જ રહે છે હું એને હવે તકલીફ આપું તો કઇ આપુ….
માનસી પટેલ ના જયશ્રી ક્રિષ્ણ …. ઉના…

( ફેસબુક પર એક કાકાએ દિકરી એ આપેલ મુદ્દા પરથી વિસ્તરણ કર્યું.)
જય જોધલપીર

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો