ભારતની ખેલાડી માનસી જોશીએ પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 30 વર્ષની માનસીએ શનિવારે મહિલા સિંગલ્સમાં ફાઇનલમાં પારુલ પરમારને 21-12,21-7થી હરાવીને ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે. માનસીએ આ ગોલ્ડ મેડલ જીત્યા પછી કહ્યું કે, મારું સપનું સાચું થયું છે.
‘મોટાભાગનો સમય જીમમાં પસાર કરું છું’
માનસીને દેશના ખેલમંત્રી કિરણ રીજ્જુએ 20 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે. માનસી પુલેલા ગોપીચંદ એકેડમીમાં ટ્રેનિંગ લઇ રહી છે. તેને કહ્યું કે, હું દિવસમાં ટ્રેનિંગના ત્રણ સેશન કરું છું. મારો ફોકસ હંમેશાં મારા સ્વાસ્થ્ય પર હોય છે. ટ્રેનિંગ દરમિયાન મેં મારુ ઘણું વજન ઉતાર્યું છે. હું દિવસનો મોટા ભાગનો સમય જીમમાં પસાર કરું છું.
‘ડાબો પગ અકસ્માતમાં ખોઈ દીધો હતો’
માનસી વર્ષ 2015થી બેડમિન્ટન રમે છે. વર્ષ 2011માં અકસ્માતમાં માનસીએ પોતાનો ડાબો પગ ખોઈ દીધો હતો. એક ટ્રક સાથે તેનો અકસ્માત થતા તેનો ખભો તૂટી ગયો હતો અને શરીરમાં બીજી પણ ઘણી બધી જગ્યાએ ફ્રેક્ચર થયાં હતાં. માનસીને હોસ્પિટલ તેનો અકસ્માત થયો તેના ત્રણ કલાક પછી લઇ ગયા હતા અને ઓપરેશન થિયેટરમાં તેની સર્જરી કુલ 10 કલાક ચાલી હતી.
પ્રોસ્થેટિક પગ સાથે પ્રેક્ટિસ કરી
પગ ગુમાવ્યા પર માનસીએ કહ્યું કે, હું એક જ વસ્તુ વિચારતી હતી કે મેં માત્ર મારો પગ જ ગુમાવ્યો છે, કોઈ અંગ નહીં. જો હું દોડી નથી શકતી તો તેમાં કોઈ વાંધો નથી. વર્ષ 2012માં માનસીએ તેના પ્રોસ્થેટિક પગ સાથે ચાલતા શીખી લીધું. ચાર મહિનાની મહેનત પછી તેણે ઇન્ટર-કંપની બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો, જેમાં તેણે ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો. માનસીએ સ્કૂબા ડાઇવિંગની ટ્રેનિંગ પણ લીધેલી છે.
માનસીએ વર્ષ 2014માં પેરા એશિયન ગેમ્સ માટે પણ ઘણી મહેનત કરી હતી પણ તે સિલેક્ટ નહોતી થઇ. તે દિવસથી લઈને આજ સુધી તે અનેક ઇન્ટરનેશનલ મેચમાં ગોલ્ડ મેડલ જીતી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.