દસમા ધોરણમાં માંડ પાસ, 12માં ફેલ થવા છતાંય બન્યા IPS. આજના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી કિસ્સો
કોઈપણ વિદ્યાર્થીના જીવનમાં 12મા ધોરણની બોર્ડની પરીક્ષા ખૂબ જ મહત્વ ધરાવતી હોય છે. આમાં ફેલ થવાથી લાગે છે કે, કરિયર ખતમ થઈ ગયું પણ મુંબઈ પોલીસના એડિશનલ કમિશનર મનોજ કુમાર શર્મા સફળતાની એક અલગ જ કહાની લખી છે. મુરૈના જિલ્લાના રહેવાસી શર્માના દોસ્ત અનુરાગ પાઠકે તેમના પર ’12વી ફેલ’ નામથી એક પુસ્તક લખ્યું છે જે આગામી સપ્તાહે રિલીઝ થવાનું છે. રસપ્રદ વાત એછે કે, અનુરાગ પાઠક પણ 12મા ધોરણમાં ફેલ થયા હતા, પણ તેમણે ક્યારેય હાર ન માની. તેમણે હંમેશાં પોતાના લક્ષ્ય પર ધ્યાન આપ્યું અને આખરે સફળતા સફળતાનો સ્વાદ ચાખીને જ દમ લીધો.
સ્કૂલના માર્ક્સને લીધે ક્યારેય ન થયા ચિંતિત
શર્મા જણાવે છે કે, તે સ્કૂલમાં માર્ક્સ માટે ચિંતિત થતા નહોતા. તેમણે જણાવ્યું, ‘ક્લાસમાં આવનારા માર્ક્સ જીંદગીમાં સફળતાના માપદંડ નથી હોતા. મેં દસમાની પરીક્ષા થર્ડ ડિવિઝન સાથે પાસ કરી હતી. 11મા ધોરણમાં પણ મારે સેકન્ડ ડિવિઝન આવ્યું હતું.’ જોકે, તેમણે આને જીવનમાં ક્યારેય અડચણ ન બનાવા દીધા.
ચોથા પ્રયાસે ક્લિયર કરી એક્ઝામ
તેમણે ગ્વાલિયરથી ગ્રેજ્યુએશન અને પોસ્ટ-ગ્રેજ્યુએશન પૂરા કર્યા. તેમણે Ph.D. પણ કર્યું. ત્યારબાદ તેમણે UPSCની તૈયારી શરૂ કરી. ચોથા પ્રયત્ને તેમણે ઑલ ઈન્ડિયા રેંક 121 સાથે એક્ઝામ પાસ કરી. તેમણે વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે, અસફળતાને પોતાના પર હાવી ન થવા દો.
વિદ્યાર્થીઓની મદદ માટે લખ્યું છે આ પુસ્તક
અનુરાગ પાઠકનું કહેવું છે કે, તેમના પુસ્તક પાછળનો હેતુ તે વિદ્યાર્થીઓની મદદ કરવાનો છે જેમને એક્ઝામમાં ફેલ થવાનો ડર લાગે છે. તેમનું કહેવું છે કે, તેમનું કહેવું છે, ‘મનોજ મારા પુસ્તકનો હીરો છે. મેં અન્ય લોકો વિશે પણ જણાવ્યું છેં કે, જેમણે એક્ઝામ્સમાં ફેલ થયા બાદ પણ જુદી-જુદી ફિલ્ડ્સમાં સફળતા મેળવી છે..’