અમદાવાદનું અનોખું કપલ : પોલિયોગ્રસ્ત પત્ની સાથે હાથ ન હોવા છતાં મનજીભાઈ રામાણીએ મતદાન કર્યું
વાડજના મનજીભાઈ રામાણી અને તેમના પત્ની કૈલાસબહેન દિવ્યાંગ હોવા છતાં મત આપવા આવ્યા હતા. મનજીભાઈએ 40 વર્ષ પૂર્વે અકસ્માતમાં બંને હાથ ગુમાવ્યા હતા.
મનજીભાઈના પત્ની પોલિયોને લીધે વ્હીલચેરના સહારે છે. તેમનો જુસ્સો દરેકને પ્રેરણા આપે છે.
મનજીભાઈએ હાથ ગુમાવ્યા છે પણ જુસ્સો બુલંદ છે. હાથ નથીના રોદણા રોવાને બદલે તેમણે પરિસ્થિતિને પોતાની મુજબ ઢાળી છે. તેમણે મોંમાં પેન રાખી સહી કરી હતી.
મનજીભાઈએ મતદાન કરતાં પહેલાં ડાબા પગના અંગૂઠા પર નિશાન લગાવડાવ્યું હતું. આ નિશાન દેશમાં જીવંત લોકશાહીના પ્રતીકસમાન છે. તેમના જુસ્સાને સલામ.આ પ્રકારનો જુસ્સો વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતને જીવંત રાખે છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.
–ગુજરાતીઓએ દરેક લહેરનો રેકોર્ડ તોડ્યો, 52 વર્ષમાં પહેલીવાર સરેરાશ 64% વોટિંગ