9 વર્ષની બાળકી પોતે વાવેલાં વૃક્ષને જમીનદોસ્ત થયેલા જોઈને રડી પડી, આવા વૃક્ષ પ્રેમને જોઈને CMએ તેને ‘ગ્રીન મણિપુર મિશન’ની બનાવી એમ્બેસેડર

ઘણા લોકોનો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ શબ્દોમાં વર્ણવી ન શલાય તેવો હોય છે. મણિપુરમાં કાકચિંગ જિલ્લાની 9 વર્ષની રહેવાસીનો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ જોઈને તેને સીએમ એન. બિરેન સિંહેતેને મણિપુર સરકારના ‘ગ્રીન મિશન’ની એમ્બેસેડર બનાવી છે.

9 વર્ષની એલંગબામ વેલેન્ટીના દેવીએ રસ્તાના છેડે વૃક્ષ વાવ્યાં હતાં, જે રસ્તો લાંબો કરવા માટે કાપવામાં આવ્યા હતા. એલંગબામ તેના વાવેલા વૃક્ષો કપાતા જોઈને જોરથી રડવા લાગી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો એક યુઝરે સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. વાઇરલ થયેલો વીડિયો છેક મુખ્યમંત્રી સુધી પહોંચી ગયો હતો. સીએમ વૃક્ષ પ્રત્યેની એલંગબામની લાગણી જોઈને ખુશ થઈ ગયા અને તેમના રાજ્યના ‘ગ્રીન મિશન’ની એમ્બેસેડર બનાવવાનું નક્કી કર્યું.

સીએમ બિરેન સિંહે ગુરુવારે મીડિયાને જણાવ્યું કે, મેં બાળકીનાં વૃક્ષ કપાઈ જતાં તે જે રીતે રડી રહી છે તે વાઇરલ વીડિયો જોયો હતો. જિલ્લાના પોલીસ અધિકારીને મેં આદેશ આપ્યો હતો કે, એલંગબામના ઘરે જઈને તેને સાંત્વના આપે અને તેને નવા છોડ રોપવા માટે આપે.

વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે 18 જુલાઈએ ગ્રીન મણિપુર મિશન લોન્ચ કર્યું હતું. વીડિયો જોયા પછી મારા મગજમાં વિચાર આવ્યો કે, 9 વર્ષની બાળકીને આ મિશનની એમ્બેસેડર બનાવવી જોઈએ. બુધવારે આમ કરવાના મેં ઓફિશિયલ આદેશ આપ્યા હતા.

સ્થાનિક લોકોએ એલંગબામ વિશે કહ્યું કે, તે જ્યારે ધોરણ-1માં હતી ત્યારે તેણે ગુલમહોરનો છોડ વાવ્યો હતો. ચાર વર્ષ પછી તે વૃક્ષ બની ગયાં હતાં. હાલ એલંગબામ પાંચમા ધોરણમાં છે. એક દિવસ તે સ્કૂલથી આવતી હતી ત્યારે તેણે પોતાના ઝાડ જડમૂળમાંથી ઉખડી ગયેલા જોયા. આ જોઈને તે ઘણા સમય સુધી રોતી રહી. તેનો રડતો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાઇરલ થયો છે.

ગ્રીન મણિપુર મિશન હેઠળ એલંગબામ સરકારની ઘણી જાહેરાત અને કાર્યક્રમોનો ભાગ બનશે. તેને વીઆઈપી વૃક્ષારોપણ, વન મહોત્સવ અને વિશ્વ પર્યાવરણ દિવસ પર પણ વિશેષ સ્થાન આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો