રામાયણમાં મારીચ પાસે ગયો રાવણ અને બોલ્યો કે તું સ્વર્ણ મૃગ બની જા, જેથી હું સીતાનું હરણ કરી શકું, ઈચ્છા ન હોવા છતા મારીચને માનવી પડી રાવણની વાત જાણો કેમ?
આપણી આજુબાજુ ઘણા લોકો એવા છે, જેની વાતો ન માનવા પર અથવા તેમનો વિરોધ કરવા પર આપણું નુકસાન થવું નક્કી છે. શ્રીરામચરિત માનસના અરણ્ય કાંડમાં મારીચ અને રાવણનો પ્રસંગ છે. આ પ્રસંગમાં નવ લોકો એવા જણાવવામાં આવ્યા છે, જેની દરેક વાત માની લેવી જોઈએ, નહીં તો આપણે મુશ્કેલીમાં મુકાઇ શકીએ છીએ. જાણો સંપૂર્ણ પ્રસંગ.
આ હતો પ્રસંગ
રાવણ સીતાનું હરણ કરતા પહેલા મારીચ પાસે પહોંચ્યો. રાવણે મારીચને કહ્યું કે તું છળ-કપટ કરનારો સ્વર્ણ મૃગ બન, જેથી હું સીતાનું હરણ કરી શકું.
ત્યારે મારીચે રાવણને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તે શ્રીરામ સાથે શત્રુતા ન કરે. તે સ્વયં નારાયણના અવતાર છે.
મારીચની આ વાતો સાંભળીને રાવણ ક્રોધિત થઈ ગયો, પોતાના બળ અને શક્તિઓનું અભિમાન કરવા લાગ્યો.
જ્યારે મારીચને સમજ આવી ગયું કે રાવણને સમજાવવું અશક્ય છે અને સીતા હરણ માટે તેની મદદ કરવામાં જ તેનું હિત છે. રાવણના હાથે મરવા કરતા સારું છે કે હું શ્રીરામના હાથે મરું, જેથી મારો ઉદ્ધાર થઈ જશે.
તેના પછી મારીચે વિચાર્યુ કે –
तब मारीच हृदयँ अनुमाना। नवहि बिरोधें नहिं कल्याना।।
सस्त्री मर्मी प्रभु सठ धनी। बैद बंदि कबि भानस गुनी।।
ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત શ્રીરામચરિત માનસમાં લખેલા આ દુહામાં મારીચના વિચારે જણાવ્યું કે આપણે ક્યા નવ લોકોની વાતો તરત માની લેવી જોઈએ. અન્યથા આપણાં પ્રાણ મુશ્કેલનીમાં મુકાઇ શકે છે.
આ દુહા મુજબ આપણે શસ્ત્રધારી, આપણાં રાજ જાણનાર, સમર્થ સ્વામી, મૂરખ, ધનવાન વ્યક્તિ, વૈદ્ય, ભાટ, કવિ અને રસોઇયા, આ લોકોની વાતો તરત માની લેવી જોઈએ. તેમનો ક્યારેય વિરોધ ન કરવો જોઈએ, નહિંતર આપણાં પ્રાણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.