કોરોના સામે લડી રહેલા યુવકે મરતા પહેલા પત્નીને લખ્યો ભાવુક મેસેજ, વાંચીને તમારી આંખ પણ ભરાઈ આવશે

અમેરિકામાં કોરોના વાઈરસને લીધે અત્યાર સુધી 50 હજાર લોકો મોતને ભેટ્યા છે. આ દરમિયાન ઘણા લોકો તેમના સ્વજનોથી છૂટા પડી રહ્યા છે. ડેનબરી શહેરના એક પતિએ દુનિયાને અલવિદા કહેતા પહેલાં પત્ની અને બાળકો માટે ભાવુક મેસેજ લખ્યો. આ મેસેજ વાંચીને ભલભલાનું હ્રદય પીગળી જાય. 32 વર્ષનો જોનથન કોરોના સામે લાંબી લડાઈ બાદ હારી ગયો. જોન તેની પત્ની અને બે સંતાનોને અલવિદા કહે તે પહેલાં ફોનમાં તેમના માટે ભાવુક મેસેજ લખીને ગયો હતો. આ મેસેજ કેટીએ જોનના મૃત્યુ પછી એટલે કે 22 એપ્રિલે મળ્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

જોને મેસેજમાં પત્ની કેટી માટે લખ્યું કે, હું તમને લોકોને ખૂબ પ્રેમ કરું છું. તમારા લીધે મારી જિંદગી બેસ્ટ બની છે. તારો પતિ હોવું અને દીકરા-દીકરીનો પિતા હોવું મારા માટે એક ગર્વની વાત છે. કેટી, તું દુનિયામાં સૌથી સુંદર અને મારી સૌથી વધારે દેખભાળ કરનારી વ્યક્તિ છે. જિંદગી ખુશીથી જીવવા માટે છે અનેતું આગળ પણ ખુશ થઈને જિંદગી જીવજે. અત્યાર સુધીનો મારો જોરદાર અનુભવ છે કે, તું આપણા બાળકો માટે પરફેક્ટમોમ છે.

જોને તેના 2 વર્ષના દીકરા અને 10 મહિનાની દીકરી માટે પણ લખ્યું, દીકરા બ્રાઈડીન તું એકદમ બેસ્ટ છે. તારા પિતા હોવું એ ગર્વની વાત છે. તું હાલ જે પણ કરે છે, આગળ પણ તેમ જ કરતો રહેજે. પેનિલોપ મારી રાજકુમારી છે. મારે એક આવી જ પ્રિન્સેસ જોઈતી હતી. પેનિ તારે લાઈફમાં જે કરવું હોય તે કરજે. હું ઘણો લકી છું. કેટી જો લાઈફમાં એવું કોઈ મળે કે જે તને અને બાળકોને પ્રેમ આપી શકે તો તેના માટે હું ખુશ થઇશ. કોઈ પણ પરિસ્થિતિ હોય તું હંમેશાં ખુશ રહેજે.

7 વર્ષ પહેલાં આ કપલ કોલેજમાં મળ્યું હતું. મિત્રતા પ્રેમમાં બદલાતા તેમણે મેરેજ કર્યા હતાં. આ કપલને 2 વર્ષનો દીકરોબ્રાઈડીન અને 10 મહિનાની દીકરીપેનિલોપ છે.

આ ભાવુક મેસેજ વાંચીને કેટી ભાંગી પડી હતી. તેના બાળકો આ મેસેજ કે તેના પિતા કેમ તેમને છોડીને જતા રહ્યા તે સમજવા માટે ઘણા નાના છે. જોનથન લોકલ કોર્ટમાં કામ કરતો હતો. 26 માર્ચે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેની તબિયત બગડતા છેલ્લા 20 દિવસથી તે વેન્ટિલેટર પર હતો. 22 એપ્રિલે તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો અને તે કાયમ માટે પત્ની તેમજ બાળકોને એકલા મૂકીને ચલ્યો ગયો.

કેટીએ ફેસબુક પર કહ્યું કે, હાલ મારું દુઃખ વ્યક્ત કરવા મારી સાથે શબ્દો નથી. અમારું બધું અમારી પાસેથી છીનવાઈ ગયું છે. મારું દિલ તૂટ્યું નથી પણ તે અપ્સેટ છે. હું અને મારા બાળકો આખી જિંદગી જોનથન વગર જીવીશું અને મને નથી ખબર તે જિંદગી કેવી હશે !

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો