ઓનલાઈન ભણવા માટે દીકરાને આપ્યો હતો ફોન અને પછી એક ભૂલ થઈ અને પપ્પાના ખાતામાંથી 8 લાખ ઉપડી ગયા
લોકડાઉનના કારણે સ્કૂલ-કોલેજો બંધ છે. સ્કૂલના બાળકો ઓનલાઈન જ ભણી રહ્યા છે. જોકે ઓનલાઈન અભ્યાસ એક વ્યક્તિને ત્યારે ભારે પડી ગયો જ્યારે તેણે પોતાના છોકરાને ફોન આપ્યો. ઉત્તર પ્રદેશના આઝમગઢમાં ઓનલાઈન એજ્યુકેશનના નામે એક શિક્ષકના ખાતામાંથી 8 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા. રૂપિયા ગાયબ થવાથી શિક્ષકનો સમગ્ર પરિવાર શોકમાં છે. શિક્ષકનો આરોપ છે કે આ ચોરીમાં બેંકના કર્મચારીઓ પણ સામેલ છે. પોલીસે નિવેદન નોંધીને આગળ કાર્યવાહી કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
જાણકારી મુજબ, હરિવંશ લાલ શ્રીવાસ્તવ એક પ્રાઈમરી સ્કૂલમાં ટીચર છે અને તેમનું SBI બેંકમાં ખાતું છે. તેમના ખાતામા મેસેજ એલર્ટની પણ સુવિધા છે. 10 એપ્રિલ 2020થી 12 મે 2020 સુધીમાં તેમના એકાઉન્ટમાંથી 8 લાખ રૂપિયા ઓનલાઈન ઉપડી ગયા.
પીડિત પરિવારનું કહેવું છે કે, તેમણે ઓનલાઈન એજ્યુકેશન માટે પોતાના બાળકના હાથમાં ફોન આપ્યો હતો. જોકે છોકરો ઓનલાઈન ભણવાની સાથે મોબાઈલ ગેમ પણ રમવા લાગ્યો. આ ગેમ રમવાના ચક્કમાં જ હેકરોએ તેને પોતાના જાળમાં ફસાવી લીધો અને તેના પિતાના ડેબિટ કાર્ડનો ફોટો વોટ્સએપથી મગાવી લીધો. આ બાદ હેકરોએ વધુ અન્ય જાણકારી એકઠી કરી અને બેંક ખાતાનો સીધો એક્સેસ બનાવી લીધો.
હેરાનીની વાત તો એ છે કે આ શિક્ષકનો મોબાઈલ નંબર પણ બદલી લેવામાં આવ્યો હતો, જેથી એલર્ટની પણ સુવિધા શિક્ષકને ન મળે. 12મી મેએ મોબાઈલ નંબર પર મેસેજ જોઈને શિક્ષક અચાનક હેરાન રહી ગયા.
તેમણે પોતાના એકાઉન્ટનું સ્ટેટમેન્ટ કઢાવ્યું તો આગરાથી લઈને પંજાબ સુધી ઘણી જગ્યાઓ પર અલગ-અલગ ખાતામાં પૈસા ટ્રાન્સફર થવાની વાત સામે આવી. આ ટ્રાન્સફરમાં લગભગ 8 લાખ રૂપિયા જતા રહ્યા. બાદમાં શિક્ષકને કોઈ ફરિયાદ કર્યા વિના જ મોબાઈલ નંબર ફરી અપડેટ થયો હોવાની સૂચના મળી.
ખાસ વાત તો એ છે કે શિક્ષક જ્યારે પૈસા કાઢવા ગયા તો તેમના મોબાઈલ પર એલર્ટ આવ્યો. પોલીસ હવે સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે આ ગેંગના તાર પંજાબના લુધિયાણાથી જોડાયેલા હોઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..