સંબંધને લજવતો કિસ્સો આવ્યો સામે: 60 વર્ષની કાકીના પ્રેમમાં પડ્યો 25 વર્ષનો ભત્રીજો, અભયમની ટીમ આ રીતે શાન ઠેકાણે લાવી

પ્રેમ માટે કહેવાય છે કે તે ઉંમર અને નાત-જાતના સિમાડા નથી જોતો જોકે ઘણીવાર એવા બે વ્યક્તિ વચ્ચે પ્રેમ પાંગરે છે જે સામાજીક રીતે ક્યારેય સ્વિકાર્ય નથી હોતો. આવો જ એક કિસ્સો ખેડા તાલુકાના એક ગામમાં કાકી-ભત્રીજાના પ્રેમ સબંધને લઈને એક કિસ્સો સામે આવ્યો છે. અહીં 25 વર્ષીય પરિણીત ભત્રીજો 60 વર્ષના કાકીના પ્રેમમા પડ્યો, જોકે પડ્યો તો પડ્યો પરંતુ પોતાના આ અફેરના કારણે પોતાની જ પત્નીનું માનસિક શોષણ કરતો હતો. ત્યારે મહિલાએ પોતાના લગ્ન બચાવવા માટે અનેક પ્રયાસ નિષ્ફળ રહ્યા અને પતિની હરકતોથી કંટાળી ગઈ ત્યારે અભયમની ટીમ પાસે મદદ માંગી

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બનાવની વિગત મુજબ ખેડા તાલુકાના એક ગામમાં કાકી-ભત્રીજાના સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો છે. 25 વર્ષીય યુવકને તેની 60 વર્ષીય કાકી સાથે સંબંધ હોવાથી તે તેની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો, એટલે મહિલાએ પોતાનું લગ્નજીવન બચાવવા માટે અભયમની ટીમ પાસે મદદ માગી હતી. મહિલાના લગ્ન બાદ થોડા સમય સુધી ઘરસંસાર સારો ચાલ્યો હતો. આ દરમિયાન તેમનાં બે સંતાન થયાં હતાં, પરંતુ લગ્નના ચોથા વર્ષથી પતિએ તેને ત્રાસ આપવાનું શરૂં કરી દીધું હતું. મહિલાનો પતિ તેને ઘર ખર્ચ માટેના પૈસા આપતો નહોતો અને જો તે મજૂરી માટે જાય તો તેના પર વહેમ રાખીને મારઝૂડ કરતો હતો.

એટલે મહિલા કંટાળીને તેના પિયર જતી રહી હતી, ત્યારે સાસુ-સસરાએ આવીને પતિ સુધરી જશે એવું આશ્વાસન આપ્યું હતું, એટલે તે સાસરીમાં પરત આવી ગઈ હતી. આ દરમિયાન તેને જાણવા મળ્યું કે પતિને બીજા કોઈ સાથે નહીં, પણ પાડોશમાં રહેતી તેની 60 વર્ષીય કાકી સાથે જ આડોસંબંધ છે, એટલે તે તેને હેરાન કરતો હતો. બાદમાં પતિની બેરશરમી એટલી બધી વધી ગઈ કે તે દિવસ-રાત કાકીને ત્યાં રહેતો હતો અને ઘરે પણ આવતો નહોતો. જ્યારે તેમની દીકરીની તબિયત બગડી ગઈ હતી ત્યારે પણ મહિલાના પતિએ તેની સારવાર માટે પૈસા આપ્યા નહોતા.

પરંતુ બીજા દિવસે જ્યારે તેની કાકી બીમાર થયાં, ત્યારે તે તરત જ તેમને લઈને દવાખાને પહોંચી ગયો હતો. આમ, પતિ અને તેના કાકીના સંબંધોને કારણે મહિલાનો ઘરસંસાર તૂટવાની આરે પહોંચી ગયો હતો. એટલે મહિલાએ પોતાનો ઘરસંસાર બચાવવા માટે 181 અભયમ ટીમ પાસે મદદ માગી હતી. ઘટનાની જાણ થતાં અભયમ ટીમે પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કરીને તેમના લગ્નજીવનને વધુ એક તક આપવા સમજાવ્યું હતું અને જો યુવક નહીં સુધરે તો તેના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવાનો ઠપકો આપ્યો હતો. અભયમની ટીમ દ્વારા શામ અને દંડની વાત સાંભળ્યા પછી પ્રેમાંધ યુવકની આંખ ઉઘડી હતી અને તેણે હવે પત્ની તેમજ પરિવાર સાથે યોગ્ય વર્તાવ કરવાની ખાતરી આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો