સુરત: જાનૈયાઓથી ભરેલી ચાલુ બસમાંથી ગુટકા ખાઈને થૂંકવા જતાં નીચે પટકાતા યુવકનું મોત
સુરત-દાંડી રોડ પર આવેલા અંભેટા ગામ નજીક જાનૈયાઓને લઈ જતી બસમાંથી એક યુવક અચાનક નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં સામે આવ્યો છે. બુધવારે સવારે બનેલી આ ઘટનામાં બસમાંથી નીચે પટકાયેલા યુવકને 108ની મદદથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ઓલપાડના સેગવા ગામોથી લગ્ન પતાવીને જાનૈયાઓને લઈને બસ પરત ફરી રહી હતી. આ દરમિયાન અંભેટા ગામ નજીક ભુપેન્દ્ર સુરતી નામનો યુવક વિમલ ગુટકા ખાઈને ચાલુ બસના દરવાજામાંથી થૂંકવા જઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે સંતુલન ગુમાવતા તે નીચે પટકાયો હતો. યુવક નીચે પટકાતા બસમાં બૂમો પડવા લાગતા બસ ઉભી રહી. જે બાદ 108ની મદદથી યુવકને સુરત સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
મૃતકના નાના ભાઈએ જણાવ્યું કે, તેનો મોટો ભાઈ ભુપેન્દ્ર સુરતી લૂમ્સના કારખાનામાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો. ભૂપેન્દ્રના મોતના સમાચાર સાંભળીને તેના પરિવાર માથે આભ ફાટી નીકળ્યું છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..