પાટણમાં સામુહિક આપઘાતનો પ્રયાસ, પત્ની છોડીને જતી રહેતા પોલીસમાં અરજી કરી હતી કોઈ પગલા ના લેવાતા પિતાએ 4 સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવી

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાની એસપી કચેરી બહાર એક પિતાએ પોતાના 4 સંતાનો સાથે સામુહિક આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. હાલ તો તમામ 5 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આત્મહત્યાનો પ્રયાસ કરનાર શખ્સની પત્ની ઘર છોડીને જતી રહેતા તેણે હારિજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આમ છતાં પોલીસ દ્વારા કોઈ પગલા ના ભરવામાં આવતા તેણે અંતિમ પગલું ભરવાનો નિર્ણય કર્યો હતો.

સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કરનારા પિતાએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા એસપી કચેરી પહોંચ્યો હતો. જ્યાં આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તો પિતા અને તેના ચાર સંતાનોને સારવાર અર્થે GMERS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બનાવના પગલે પાટણ એસપી ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને સધળી હકીકત જાણી હતી.પાટણ એસપી કચેરી સંકુલમાં જ સામુહિક આત્મહત્યાના પ્રયાસની ઘટના બનતા ખળભળાટ મચ્યો છે. પોલીસ ફરિયાદ બાદ પણ પોતાની પત્ની મળી આવતી ના હોવાના કારણે જ આ બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલાની તપાસ માટે ખુદ એસપી ધારપુર સિવિલ દોડી ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો