વીરપુરમાં જાહેરમાં યુવતીના વાળ ખેંચીને બેરહેમીથી ફટકારી, યુવતીએ પ્રતિકાર કર્યો તો યુવકે પથ્થરો ફેંક્યા, વિડીયો વાયરલ

રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપુરમાં યુવકે જાહેરમાં યુવતીના વાળ ખેંચીને ચહેરા પર મુક્કા માર્યા હતા. યુવતીએ ચીસો પાડી પ્રતિકાર કર્યો તો, યુવકે પથ્થર ફેક્યા હતા. યુવતી પર અત્યાચારનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, વીરપુરમાં એક યુવક જાહેરમાં યુવતીને સજા આપી રહ્યો છે. તેના વાળ ખેંચીને ચહેરા પર મુક્કા મારી રહ્યો છે. જ્યાં યુવતીએ ચીસો પાડીને પ્રતિકાર કર્યો, તો યુવકે સામે પથ્થર ફેંક્યા હતા. આ વીડિયો વીરપુરના પંચવટી રોડ પરના નહેર વિસ્તારનો હોવાનો અનુમાન છે.

આ અંગે વીરપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ તપન જાનીએ જણાવ્યું હતું કે, અમને પણ વીડિયો મળ્યો છે. આ માટે અમે ટીમને તપાસ કરવા માટે મોકલી છે.તપાસ બાદ જ સાચી હકીકત જણાયે આગળની કાર્યવાહી કરીશું.

ઉલ્લેખનીય છે કે, આવો જ એક વીડિયો અગાઉ 17 ઓગસ્ટ 2021ના રોજ ફરતો થયો હતો. જેમાં દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે કુટુંબની સ્ત્રીઓ જોડે કેમ બોલાચાલી રાખી છે? એમ કહી મહિલા પર અત્યાચાર ગુજાર્યો હતો. પોતાના જ પરિવારના 4 જેટલા ઈસમોએ એકસંપ થઈ મહિલાને પકડી જાહેરમાં લાકડીઓ વડે તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો તેમજ રોડ પર ઢસડી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો