જેતપુરના સ્ટેશન વાવડી ગામની મમતા મનસુખભાઈ ગજેરા એ ગુજરાત પોલીસ લોકરક્ષકમાં સફળતા હાંસિલ કરી ગૌરવ વધાર્યું

लहरों_से_डर_कर_नौका_पार_नहीं_होती
कोशिश_करने_वालों_की_हार_नहीं_होती

જેતપુર તાલુકાનું અંદરનું એક નાનકડું સ્ટેશન વાવડી ગામની મમતા મનસુખભાઈ ગજેરા ગુજરાત પોલીસ લોકરક્ષક માં સફળતા હાંસિલ કરી પોતાના માત-પિતાની ઈચ્છા પૂર્ણ કરી.

જેતપુર ખાતે કોલેજ કરી પોતાના ઈંગ્લીશના નીલેશ ટીલાળા સાહેબના માર્ગદર્શન થી પુરા વિશ્વાસ થી કહેતા તને જરૂર સફળતા મળશે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાજકોટ ખાતેને KDVS પ્રેરિત કલાસ માં જોઈન્ટ થઇ. સફળતા આપ સહુ કોઈને નજરે દેખાય છે પણ સફળતા પાછળ કઠોર પરિશ્રમ ને અતુટ આત્મવિશ્વાસ છુપાયેલ હોય છે એક સંઘર્ષ માંથી સફળતા પ્રાપ્ત થાય છે. આવુજ કઈંક આ લાડલી એ અનુભવ્યું છે.

સામાન્ય પરિવાર ની આ લાડલી પોતાના પિતા ખેતીકામ કામ કરતા કરતા મમતા ને અભ્યાસ માં આગળ વધારતા ગયા. પિતાને પોતાની લાડલી પર સમ્પૂર્ણ વિશ્વાસ હતો કે મારી મમતા એક દિવસ મારો દીકરો બની ગૌરવ અપાવશે અને અપાવ્યું. મમતા ને ભાઈ નથી પોતાના પરિવાર ની આધારસ્તંભ પોતે બની સંદેશો આપે છે દીકરી-દીકરો એક સમાન..

સૌથી મહત્વની બાબત તો એ છે કે મનસુખભાઈ ને ભગવાને ૪ લક્ષ્મી આપી છે મમતા ત્રીજો નંબર છે એક બાજુ ભગવાને પણ આ પરિવાર
ની કસોટી કરી મમતા ની ફૂલ તૈયારીઓ ચાલે ને માતા ને હાર્ટએટેક આવ્યો છતાં હિમ્મત ના હારી માતાની સેવા પણ કરતી જાય ને અભ્યાસ પણ એમના માતા એમને કેતા બેટા તું જરૂર પાસ થઇ જયારે એકઝામ ની એક દિવસ ની વાર હતી ત્યાં બીજો એટેક આવ્યો પણ વિશ્વાસ ના ગુમાવી ને એકઝામ આપી હતી સફળતા પ્રાપ્ત કરી હતી હજુ તેને પી.આઈ . બનવાનું લક્ષ્ય છે.

ખરેખર આ પરિવાર આખાનું જાહેર માં સન્માન થવું જોઈએ જેથી આવનાર પેઢી ને પ્રેરણા મળે આપ સફળતા ના દરેક શિખર પાર કરો ,અપાર કીર્તિ પ્રાપ્ત કરો , આપના પરિવાર ને સમાજ નું નામ રોશન કરો એવી મંગલકામના.. જય સરદાર.. જય માં ખોડલ.. જય ભારત..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો