સરકાર પરવાનગી આપે તો 700 સાથીઓ સાથે પાકને ધૂળ ચટાડી દઉંઃ ડાકુ મલખાન સિંહ
ચંબલના શેર કહેવાતા દસ્યૂ સરગના મલખાન સિંહે પુલવામા આતંકી હુમલાથી રોષે ભરાયો છે. તેમણે પાકિસ્તાનને લલકાર્યું છે. ડાકૂ મલખાને કહ્યું કે, મધ્યપ્રદેશમાં 700 બાગી બચ્યાં છે. જો સરકાર અમને વેતન વિના એક વાર બોર્ડર જવાની અનુમિત આપે.. પાકિસ્તાનને ઘૂળ ચટાવી દઇશું. અમે દેશ માટે મારવા અને ખુદ મરવા પણ તૈયાર છીએ. માં ભવાનીની કૃપા રહી તો મલખાનસિંહનું કંઇ નહીં બગડે પરંતુ હા, પાકિસ્તાનને તેનું ગજું બતાવી દઇશું. હું જિલ્લાનો દ્રોહી છું દેશનો નથી.
મલખાન સિંહે કહ્યુ હતુ કે, અમારી પાસે લખાવી લો કે અમે માર્યા જઈએ તો કોઈ ગુનો નહીં બને. બચેલું જીવન અમે દાંવ પર લગાવવા માટે તૈયાર છીએ. જો તેમાં પીછેહટ કરીએ તો મારું નામ મલખાન સિંહ નહીં. મલખાન સિંહે કહ્યુ હતુ કે, કોઈ અનાડી નથી, 15 વર્ષ કથા નથી વાંચી, મા ભવાનીની કૃપા રહી તો મલખાન સિંહનો વાળ પણ વાંકો નહીં થશે. અમે ઈચ્છીએ છીએ કે, અમને બોર્ડર પર મોકલવામાં આવે.
મંગળવાર ડાકૂ મલખાન સિંહ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાનપુર આવ્યા હતા. તેમણે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે, જો વાયદા પુરા નહી કરો તો હારશો. મધ્યપ્રદેશમાં હારી ગયા. મલખાને સિંહે કહ્યું. લોકસભાની ચૂંટણી માટે ટિકિટ મળશે તો જરૂર લડીશ. ચૂંટણી તો થશે અને થતી રહેશે પરંતુ પુલવામા હુમલાનો બદલો લેવો જરૂરી છે. જો કાશ્મીરના મુદ્દે નિર્ણય ન લેવાયો તો લોકોનો રાજનિતી પરથી વિશ્વાસ ઉઠી જશે. પાકિસ્તાનમાં ઘૂસીને તેને જવાબ આપવાનો સમય આવી ગયો છે. એક કે બે આતંકીને મારવામાં આપણા દેશના પાંચ જવાન શહીદ થઇ ગયા.
અન્યાય સામે રાજનીતિ કરીશું:મલખાન સિંહ
મલખાન સિંહે કહ્યું મેં 1982માં આત્મસમર્પણ કર્યું હતું. ત્યારે અર્જુન સિંહ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા. આ આત્મસમર્પણ ઇન્દિરા ગાંધીની પરમિશન પર થયું હતું. મેં મંચ પરથી એલાન કર્યું હતું. કે જો કોઇ મહિલા સાબિત કરે કે તેને ચાંદીની પણ વીટી ઉતારી છે તો આજ મંચ પર મને ફાંસી પર લટકાવી દો. અમે અન્યાય વિરૂદ્ધ રાજનિતી કરીશું પેટભરવા માટે નહીં પરંતુ દેશની સમસ્યાના ઉકેલ માટે રાજનીતિ કરીશું.
દેશદ્રોહી નથી અમે: મલખાન સિંહ
મલખાને કહ્યું કે, બીહડમાં મારો ઇતિહાસ ખૂબ જ સાફ સુઘરો રહ્યો છે. મહાત્મા બહુ સાચા હોય છે પરંતુ બાગીઓને ઇતિહાસ પણ મહત્વનો છે, સાધુ સંતોના વેશમાં ખોટા કામ કરનાર કરતા આ બાાગીનો ઉદેશ સ્પષ્ટ હતો. આજે સાધુ સંતના વેશમાં પ્રજાને છેતરનાર એવા ઢોંગી બાબા જેલમાં સડી રહ્યાં છે. અમે જિલ્લાના વિદ્રોહી હતા દેશ દ્રોહ નથી.
મલખાન સિંહે વધુમાં જણાવ્યુ હતુ કે, દેશના બધા જ નેતાઓએ પાર્લામેન્ટમાં બેસવુ જોઈએ અને પાકિસ્તાન વિરુદ્ધ એક મહત્ત્વનો નિર્ણય લેવો જોઈએ. પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને તેને સબક શીખવાડવાનો સમય આવી ગયો છે.