ઘરે જ બનાવો આંબળાનું તેલ, બમણી ઝડપે તમારા વાળ થશે લાંબા, જાણો અને શેર કરો

કેટલીક ખાણી-પીણીને કારણે આજકાલ સ્વાસ્થ્ય સહિત કેટલીક બ્યુટીની સમસ્યા પણ થવા લાગે છે. તો આજકાલ ખોડો તેમજ ખરતા વાળની સમસ્યાને લઇને મહિલાઓ પરેશાન રહે છે. દરેક યુવતીઓ લાંબા, સુંદર અને ભરાવદાર વાળ ઇચ્છે છે. જેને લઇને યુવતીઓ અનેક પ્રકારના કેમિકલ્સ યુક્ત હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ આ વસ્તુઓથી કેટલીક વખત વાળને ફાયદો થવાની જગ્યાએ નુકસાન થવા લાગે છે. એવામાં તમે આંબળાના તેલનો ઉપયોગ કરીને પણ વાળને લાંબા, ભરાવદાર અને મજબૂત બનાવી શકો છો.

આંબળામાં વિટામિન સી, કેલ્શ્યિમ, આર્યન, કેરોટિન અને વિટામિન બી, ફાઇબર તેમજ કાર્બોહાઇડ્રેટ જેવા તત્વ ભરપૂર પ્રમાણમાં રહેલા છે. જે વાળને ખરવાથી રોકવાની સાથે તેને લાંબા કરવાનું પણ કામ કરે છે. જોકે બજારમાં અનેક આંબાળાના તેલ મળે છે. પરંતુ તેનાથી કોઇ ફાયદો થતો નથી. એવામાં તમે ઘરે જ આંબળાનું તેલ બનાવીને લગાવી શકો છો. આ તેલનો ઉપયોગ કરવાથી થોડાક દિવસમાં ફરક જોવા મળી શકે છે.

આંબળાનું તેલ બનાવવાની રીત

– તેલ બનાવવા માટે સૌ પ્રથમ આંબળા લો.
– તેને બરાબર ધોઇને તેના બીજ નીકાળી લો.
– ત્યાર પછી આંબળાને પીસી લો.

– આંબળાને પીસીને તેનો રસ નીકાળી લો.
– હવે રસ જેટલુજ નારિયેળ તેલ મિક્સ કરી લો.
– તેને 10-15 મિનિટ માટે ઉકાળવા દો.

– જ્યારે તે બ્રાઉન થાય તો તેને ગેસ પરથી ઉતારી ઠંડુ થવા મૂકો.
– આ તેલ વાળ ધોવાના 20-30 મિનિટ પહેલા લગાવો.
– થોડાક દિવસમાં ફરક જોવા મળશે અને વાળ ભરાવદાર થશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો