સ્વાસ્થ્ય માટે હેલ્થી અને ટેસ્ટી છે શાકનો આ ખાસ સૂપ, ફૂલગુલાબી ઠંડીમાં રાખશે તમારો ખ્યાલ, જાણો બનાવવાની સરળ રીત
શિયાળાની ઠંડી સાંજે સૂપની મજા અલગ જ હોય છે. શાકભાજીના સૂપથી પેટ તો ભરાય છે અને સાથે શરીરને પૂરતું પાણી, વિટામીન અને ફાઇબર્સ મળે છે. બાળકોને માટે શાક ન ખાવાના નાટકમાં આ વિવિધ પ્રકારના સૂપ ફાયદારૂપ બને છે. તો તમે પણ આજે ટ્રાય કરી લો આ વટાણા અને મકાઈનો સૂપ. માર્કેટમાં આ બંને ચીજો સીઝન મુજબ આવી ચૂકી છે તો તમે તેનો લાભ લઈને હેલ્થને નવા ટેસ્ટી સૂપ સાથે બેસ્ટ બનાવી શકો છો.
વટાણા અને મકાઇનો સૂપ
ચાર વ્યક્તિ માટે
એક કપમાં – 100 કેલેરી
સામગ્રી
- – બે કપ લીલાં વટાણા
- – અડધો કપ ઝીણાં સુધારેલાં કાંદા
- – વાટેલું લસણ સ્વાદ અનુસાર
- – એક ચમચી ઘઉંનો લોટ
- – મીઠું
- – લાલ મરચું
- – એક કપ મકાઇના દાણા (બાફીને ક્રશ કરેલા)
બનાવવાની રીત
વટાણા, કાંદો, લસણ, લોટ, મીઠું અને એક કપ પાણી નાંખીને તેને કૂકરમાં બાફવા મૂકો. બે સીટી લો. હવે તેને મિક્સરમાં ક્રશ કરી લો. તેમાં મકાઇ, લાલ મરચું, મરી અને એક કપ પાણી મિક્સ કરીને તેને ફરી ઉકાળો. ગરમાગરમ સૂપ પીરસો.
સાંજના સમયે સૂપનો ઉપયોગ કરવામાં આવે તો તે ભૂખ વધારે છે. પાચનમાં સારો રહે છે. વધારે વજનવાળી વ્યક્તિઓ સાંજના ભોજનમાં સૂપ પીએ છે તો તેનાથી તેમનું વજન ઉતરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..