જાતે જ ઘરે બનાવો કેમિકલ ફ્રી હેર કંડીશનર, વાળ બનશે મજબૂત અને ચમકદાર

વાળની ચમક જાળવી રાખવા માટે માથુ ધોયા પછી કંડીશનર કરવાને આવશ્યક માનવામાં આવે છે. જો કે મોટાભાગના લોકો બજારમાં મળતા કંડીશનરનો જ ઉપયોગ કરતાં હોય છે. પરંતુ તમે પણ બીજા જેવું જ કરો એ જરૂરી નથી.

ઘરે બનાવેલું કેમિકલ ફ્રી કંડીશનર વાળને ચમકદાર અને સુંદર બનાવે છે. તો ચાલો આજે ઘરે હોમમેડ કંડીશનર બનાવવાની રીત જાણીએ…

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મધ અને ઓલિવ ઓઈલ

એક બાઉલમાં બે ટેબલસ્પૂન મધ અને ચાર ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ મિક્સ કરો. આ મિશ્રણ એકદમ સ્મૂધ ના થાય ત્યાં સુધી એને હલાવો. હવે એને વાળમાં વ્યવસ્થિત રીતે લગાવો અને શૉવર કેપ પહેરી લો, જેથી મિશ્રણ પડી ના જાય. આશરે અડધો કલાક રાખ્યાં પછી શેમ્પૂથી વાળ ધોઈ લો. આ કંડીશનર અઠવાડિયે એકવાર લગાવી શકાય છે.

બેકિંગ સોડા

તમને નવાઈ લાગશે પણ બેકિંગ સોડા પણ હેર કંડીશનર તરીકે કામમાં આવે છે. આ કંડીશનર બનાવવા માટે પ્લાસ્ટિકના બાઉલમાં એક ચર્તુથાંશ કપ બેકિંગ સોડા અને અડધો કપ હેર કંડીશનર મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં લગાવો અને પ્લાસ્ટિક બેગથી કવર કરો. એની પર હૉટ ટૉવેલ લપેટીને આશરે એક કલાક રહેવા દો. એ પછી ઠંડા પાણીથી માથુ ધોઇ લો. આ પ્રયોગ મહિને એકવાર કરી શકાય. બેકિંગ સોડા વાળની ગંદકીને બરાબર સાફ કરે છે.

કેળા કરશે કમાલ

પાકા કેળાને સારી રીતે મેશ કરો. તેમાં બે ટેબલસ્પૂન ઓલિવ ઓઇલ અને એક ટેબલસ્પૂન મધ મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં લગાવીને શાવર કેપ પહેરી લો. અડધો કલાક પછી ઠંડા પાણીથી ધોઈને સલ્ફેટ ફ્રી શેમ્પૂથી સાફ કરો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો