આ મંદિરમાં હનુમાનજી બિરાજે છે તેમના પુત્રની સાથે, એકસાથે થાય છે પિતા-પુત્રની પૂજા.
ઓખા પાસે આવેલા બેટ દ્વારકા ટાપુ પર ભગવાન દ્વારકાધિશજીના મંદિરથી લગભગ પાંચ કિલોમીટર દુર હનુમાનજીનું મંદિર છે જે હનુમાન દાંડી મંદિર તરીકે ઓળખાય છે આ સ્થળે ભાવિકો રામભક્ત હનુમાનની સોપારીની માનતા રાખે છે આ સ્થળે હનુમાનજી પાતાળમાં રામચંદ્રજી લક્ષ્મણજીને લાવ્યા હતા એવી હનુમાન દાંડીની પૌરાણિક માન્યતા છે. હિન્દુ ધર્મમાં વિશ્વાસ ધરાવતા તમામ લોકો આ વાત ઘણી સારી રીતે જાણે છે કે ભગવાન શ્રીરામના પરમભક્ત તથા ભગવાન શંકરના અગિયારમા અવતાર હનુમાનજી બાળબ્રહ્મચારી હતા, પરંતુ ઘણા ઓછા લોકો આ વાત જાણે છે કે શાસ્ત્રોમાં હનુમાનજીના એક પુત્રનું પણ વર્ણન મળે છે.
શાસ્ત્રોમાં હનુમાનજીના આ પુત્રનું નામ મકરધ્વજ જણાવવામાં આવ્યું છે. હનુમાનજીનો આ પુત્ર માછલીમાંથી ઉત્પન્ન થયો હતો. મકરધ્વજ પણ હનુમાનજીની જેમ જ મહાન પરાક્રમી અને તેજસ્વી હતો. તેને અહિરાવણ દ્વારા પાતળ લોકના દ્વારપાળ નિમણુક કરવામાં આવ્યો હતો. હનુમાનજી તથા તેમના પુત્ર મકરધ્વજનું પહેલું મંદિર ગુજરાતના બેટ દ્વારકામાં સ્થિત છે. આ સ્થળ મુખ્ય દ્વારકાથી 2 કિલોમીટર અંદરની તરફ છે. આ મંદિરને દાંડી હનુમાન મંદિરના નામે પણ ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે આ એ જ સ્થાન છે કે, જ્યાં પહેલી વાર હનુમાનજી પોતાના પુત્ર મકરધ્વજથી મળ્યાં હતા. મંદિરની અંદર પ્રવેશ કરતા જ સામે હનુમાન પુત્ર મકરધ્વજની પ્રતિમા છે અને નજીકમાં જ હનુમાનજીની પ્રતિમા પણ સ્થાપિત છે. આ બંને પ્રતિમાઓની ખાસિયત એ છે કે આ બંનેના હાથમાં કોઈ શસ્ત્ર નથી અને તેઓ આનંદિત મુદ્રામાં છે.
મકરધ્વજના જન્મની કથા
એવું કહેવાય છે કે હનુમાનજી સીતાજીની શોધમાં લંકા પહોંચ્યા ત્યારે મેઘનાદે તેમને પકડી લીધા અને રાવણના દરબારમાં હાજર કર્યા. રાવણને જ્યારે જાણ થઈ કે તેઓ રામદૂત છે તો રાવણે તેમની પૂંછડીમાં આગ લગાવી દીધી અને હનુમાને પોતાની સળગતી પૂંછડીથી સંપૂર્ણ લંકા સળગાવી દીધી. સળગતી પૂંછડીને કારણે હનુમાનજીને અસહ્ય વેદના થઈ રહી હતી. વેદનાને ઓછી કરવા તેઓ દરિયાના પાણીથી પોતાની પૂંછની અગ્નિને શાંત કરવા પહોંચ્યા. તે સમયે તેમના પરસેવાનું એક ટીપું પાણીમાં પડ્યું, જેને એક માછલીએ પી લીધું. આ જ પરસેવાના એ ટીપાંથી તે માછલી ગર્ભવતી બની અને તેને એક પુત્ર અવતર્યો, જેનું નામ હતું મકરધ્વજ.
જ્યારે અહિરાવણ શ્રીરામ અને લક્ષ્મણને દેવી સમક્ષ બલિ ચડાવવા માટે પોતાની માયાના બળે પાતાળ લઈ ગયો ત્યારે શ્રીરામ અને લક્ષ્મણને મુક્ત કરાવવા માટે હનુમાન પાતાળ લોક પહોચ્યાં અને તેમની ભેટ મકરધ્વજ સાથે થઈ. તેના પછી મકરધ્વજે પોતાના જન્મની કથા હનુમાનજીને સંભળાવી. હનુમાનજીએ અહિરાવણનો વધ કરી પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણને મુક્ત કરાવ્યાં અને શ્રીરામે મકરધ્વજને પાતાળ લોકનો શાસક નિમણુક કરી તેને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપી.
ભારતમાં ફક્ત બે જ એવા મંદિર છે જ્યાં હનુમાનજીની પૂજાની સાથે તેમના પુત્ર મકરધ્વજની પૂજા કરવામાં આવે છે જેમાંનું ગુજરાતનું એક માત્ર દાંડી હનુમાન નું મંદિર છે અને બીજું રાજસ્થાનના અજમેરથી 50 કિ.મી.ના અંતરે જોધપુર માર્ગ ઉપર સ્થિત બ્યાવરમાં હનુમાનજીના પુત્ર મકરધ્વજનું મંદિર સ્થિત છે.
પિતા-પુત્ર વચ્ચેના ક્લેશને શાંત કરે છે આ હનુમાન
પિતા-પુત્ર વચ્ચે સ્નેહ ખૂબ જ સ્વાભાવિક છે પરંતુ ઘણીવાર કોઈને કોઈ કારણે બંને વચ્ચે મતભેદ થઈ જતા હોય છે. જોકે ક્યારેક આવા મતભેદ મોટું સ્વરુપ પણ લઈ લેતા હોય છે. જો તમારા પરિવારમાં પણ આવું થયું હોય તો ગુજરાતમાં જ આવેલ આ મંદિરના દર્શન કરવા તમારે બંનેએ ખાસ જવું જોઈએ. અહીં હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજ એક સાથે બિરાજે છે. આ મંદિર અંગે માન્યતા છેકે જે પિતા-પુત્ર વચ્ચે નાની નાની વાતે ખટરાગ ઉભો થતો હોય તો તેઓ બંને અહીં આવીને હનુમાનજી અને મકરધ્વજના દર્શન કરે તો તરત જ સુમેળ બંધાય છે અને વિવાદનો અંત આવે છે.
દાંડીવાળા હનુમાનજીને પ્રસાદમાં સોપારી ચડાવવામાં આવે છે. કહેવાય છે કે અહીં ચડાવવામાં આવેલી સોપારીનો પ્રસાદ ખાવાથી ડિલિવરીમાં તકલીફ ઓછી થાય છે. છેલ્લા થોડા સમયથી શ્રીમંત લોકો અહીં સોના અને ચાંદીની સોપારી પણ ચડાવવા લાગ્યા છે. કહે છે કે અહીં ચડાવવામાં આવેલી સોપારીનો પ્રસાદ ખાવાથી સ્ત્રીઓ ને ડિલિવરીમાં તકલીફ ઓછી થાય છે. છેલ્લા થોડા સમયથી શ્રીમંત લોકો અહીં સોના અને ચાંદીની સોપારી પણ ચડાવવા લાગ્યા છે….
જય હનુમાન દાદા..