મહુવાના MLAને મિત્રએ સપનામાં કહ્યું- ‘હું ભગવાનના ઘરે જવાનો છું’ અને બીજે દિવસે વહેલી સવારે સાચે જ તેમનું મૃત્યુ થયું
શું કોઈ વ્યક્તિના મૃત્યુની ઘટના તેને પહેલાં જ ખબર પડી શકે? શું કોઈ વ્યક્તિ પોતાના મૃત્યુની જાણ બીજા વ્યક્તિને સ્વપ્નમાં આવીને કરી શકે? જો કે કંઈક આવી જ ઘટના મહૂવાથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય મોહન ઢોડીયા સાથે બની છે.
ધારાસભ્ય મોહન ઢોડીયાના દાવા પ્રમાણે, તેમના ગામના વતની રનાભાઈ ઢોડીયા ગઈકાલે સાંજે 4 વાગ્યે તેમના સ્વપ્નમાં આવ્યા હતા. આ સ્વપ્નમાં મોહન ઢોડીયાને રનાભાઈએ પોતે મૃત્યુ પામીને ધામમાં જવાના હોવાની વાત કરી હતી.
આ સ્વપ્ન પૂર્ણ થતાં જ ધારાસભ્ય મોહન ઢોડીયા રનાભાઈના ઘરની મુલાકાત લઈને તેમના ખબર અંતર પૂછ્યા હતા. ધારાસભ્ય મોહન ઢોડીયાને સપનાનામાં આવનારા રનાભાઈ ગઈકાલે એકદમ સ્વસ્થ હતા. જો કે ધારાસભ્યને સપનામાં આવીને પોતાના મૃત્યુની વાત કરનારા રનાભાઈનું આજે વહેલી સવારે મોત નીપજ્યું છે.
આ સમગ્ર ઘટના ધારાસભ્ય મોહન ઢોડીયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી છે. આ સાથે જ તેમણે રનાભાઈના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..