માં વગરની નિરાધાર બાળકીને સરકારી અધિકારી દંપતિએ દત્તક લઈ સમાજને આપ્યું અનોખું ઉદાહરણ
આણંદ જિલ્લાના વાસદ સીએચસી સેન્ટરમાં જન્મેલી બાળકીની માતાનું મૃત્યુ થયુ હતું. આથી આણંદ જિલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ યાદવ અને તેમના પત્ની આણંદના એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ચિત્રા રત્નુએ આ બાળકીને દત્તક લીધી છે. આમ આ આણંદના શિક્ષિત દંપતીએ બેટી બચાવો, બેટી પઢાઓ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યુ છે.
જ્યારે બીજી બાજુ જન્મ બાદ માતા ગુમાવનાર બાળકીને મેજીસ્ટ્રેટ માતા, ડીડીઓ પિતા અને દોઢ વર્ષનો ધૈવત નામનો ભાઇ મળ્યો છે. જિલ્લાના કોઇપણ સરકારી હોસ્પિટલમાં પ્રસુતિ દરમ્યાન મહિલાનું મોત થાય તો જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરવાની હોય છે. નિયમ પ્રમાણે જિલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ યાદવને જાણ કરાઇ હતી. આથી આ દંપતી વાસદ સીએચસી સેન્ટર પર પહોંચી ગયુ હતુ. જ્યાં તેમને તમામ વાતની વિગત સહિત સ્વજનો સાથે વાતચીત કરી હતી. બાળકીના પિતાને પહેલાંથી બે દીકરીઓ છે. પત્ની વિના ત્રણ બાળકીઓનો ઉછેર કઈ રીતે કરશે તે મુંજવણ હતી ત્યારે આ દંપતીએ બાળકીને દત્તક લેવાની વાત કરતાં તેણે તરત સંમતી આપી દીધી હતી.
બાળકીને છાતી સરસી ચાંપીને કરાવ્યું ફીડિંગ
દંપતીએ હોસ્પિટલમાં તપાસ કરી હતી કે, આ બાળકીને કોઇ મહિલા ફિડીંગ કરાવવા તૈયાર છે. એકબાજુ બહાર ધોધમાર વરસાદ વરસતો હોવાથી ભૂખી બાળકીને મેજીસ્ટ્રેટ ચિત્રા રત્નુએ તેના પિતા અને તબીબોની સંમતિ લઇને છાતી સરસી ચાંપીને ફિડીંગ કરાવ્યું હતું.
પુત્રીને ઉચ્ચ શિક્ષણ આપી શ્રેષ્ઠ ભારતીય નાગરિક બનાવીશું
મેજીસ્ટ્રેટ ચિત્રા અને જિલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે,લક્ષ્મીરૂપે અમારા ઘરે આવેલી પુત્રીને ઉચ્ચ શિક્ષણ આપીને શ્રેષ્ઠ ભારતીય નાગરિક બકનાવીશુ.
મહી નદી પરથી બાળકીનું નામ ‘મહી’ રાખ્યું
બાળકીને ઉત્તર ભારતીય પિતા અને રાજસ્થાની માતા મળી ગઇ હતી. તેમને દોઢ વર્ષનો પુત્ર ધૈવત હોવા છતાં મા વિનાની બાળકીને અપનાવી હતી. આણંદ જિલ્લા ફરજ બજાવતા દંપતીએ અહી વહેતી નદી ‘મહી’ પરથી પુત્રીનું નામ મહી રાખ્યુ છે.
આવા ઉમદા કાર્યને લાઈક અને શેર કરીને વધાવજો મિત્રો..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.