અમદાવાદમાં રૂ.13,860 કરોડની બ્લેક મની જાહેર કરનાર મહેશ શાહનું મૃત્યુ થતાં નાણાં કોના હતા તે હવે રહસ્ય જ રહેશે
અમદાવાદના જોધપુર વિસ્તારમાં રહેતા મહેશ ચંપકલાલ શાહ નામના એક માણસે સપ્ટેમબર 2016 માં ઈન્કમ ડિકલેરેશન સ્કીમ હેઠળ રૂપિયા 13860 કરોડનું કાળું નાણું જાહેર કર્યું હતું. તે સમયે સમગ્ર દેશમાં આ જાહેરાતને પગલે ભારે ખળભળાટ મચી ગયો હતો. મહેશે જાહેર કરેલુ કાળુનાણુ વાસ્તવમાં કોઈ રાજકીય નેતાઓ અને ટોચના અધિકારીઓનું હોવાની વાત તે સમયે થતી હતી.
મહેશે જાહેર કરેલા નાણાં કોના હતા તે રહસ્ય હવે રહસ્ય જ રહેશે
હવે મહેશ શાહનું જ મૃત્યુ થતાં તેમણે જાહેર કરેલા કરોડો રૂપિયા વાસ્તવમાં કોના હતા તે રહસ્ય હવે ક્યારે ઉકેલાશે નહીં. આ અગાઉ મહેશના વૃદ્ધ પિતા ચંપકલાલ તેમજ મહેશના પત્નીનું પણ અવસાન થયું હતું. મહેશે ઈન્કમટેક્સ કમિશનર સમક્ષ રૂબરૂ મળીને કાળાનાણાનું ડિકલેરેશન આપ્યું હતું. ત્યારબાદ 30 નવેમ્બર સુધીમાં તેમણે 45 ટકા ટેક્સ પેટે ફુલ 6247 કરોડ ભરવાના હતા. જે પૈકી માંથી રૂ. 1560 કરોડનો પ્રથમ હપ્તો ચૂકવવાનો હતો. પરંતુ ઈન્કમટેક્ષની 30 નવેમ્બરની ડેડ લાઈનના થોડા દિવસો પહેલા જ મહેશ ગુમ થઈ ગયો હતો.
મહેશની સતત બે દિવસ સુધી પૂછપરછ કરી હતી
આથી આઇટી અધિકારીઓએ મહેશના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેમુર શેઠનાને સાથે રાખીને મહેશની ઘરે તથા તેમની ઓફિસ પર દરોડા પાડયા હતા. પરંતુ કશું મળ્યું ન હતું. બીજી બાજુ મહેશના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે પણ આઇટી અધિકારીઓને એવું કહ્યું કે મહેશના બિઝનેસ વિશે કે તેમની આવક વિશે તેમને કોઈ જ જાણકારી નથી. જ્યારે આઇટી અધિકારીઓને એવી શંકા હતી કે મહેશે ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં જમીનમાં મોટા પાયે જંગી રોકાણ કર્યું છે. આ સ્થિતિ વચ્ચે મહેશ એકાએક એક ટીવી ચેનલ સમક્ષ હાજર થયો હતો. અને ઇન્ટરવ્યૂ આપ્યું હતું જેમાં મહેશે સ્પષ્ટ કર્યું હતું કે તેમણે જાહેર કરેલા નાણાં વાસ્તવમાં તેમના નથી.
પરંતુ તેમની પાછળ નેતાઓ અને મોટા માથાઓ છે. હવે તેમને તેમના પરિવારની સલામતીની ચિંતા છે. મહેશે કહ્યું કે હું આઈટીના અધિકારીઓ સમક્ષ આ નાણા કોના છે તેનો ઘટસ્ફોટ કરીને અને નામ પણ આપી દઈશ. દરમિયાનમાં પોલીસ અને આઇટીના અધિકારીઓએ ટીવી ચેનલના સ્ટૂડિયોમાં જઈને મહેશને ઉઠાવ્યો હતો. તથા મહેશની સતત બે દિવસ સુધી પૂછપરછ કરી હતી. તેમજ તેમના નિવેદનનું રેકોર્ડિંગ પણ કર્યું હતું.
મહેશ શાહનું 73 વર્ષની વયે તાજેતરમાં જ મૃત્યુ થયું
ત્યારબાદ આઇટીના અધિકારીઓએ મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી કે મહેશે કોઈના નામ આપ્યા નથી. એમ કહીને મહેશને છોડી દીધો હતો. બીજી બાજુ મહેશની ઘરે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને મહેશને અન્ય કોઈ વ્યક્તિ સાથે સંપર્ક કરવા દેવાતો ન હતો. મહેશ શાહ દ્વારા જાહેર કરાયેલા કાળાનાણા વાસ્તવમાં કોના હતા તે રહસ્ય હવે ક્યારે ઉકેલાશે નહીં. કારણકે મહેશ શાહનું 73 વર્ષની વયે તાજેતરમાં જ મૃત્યુ થયું હતું. તેમની સાથે અનેક રહસ્યો પર પરદો પડી ગયો છે. જે નેતાઓ કે અધિકારીઓના કાળાનાણા હતા તેઓ હવે ખુશ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..