દીકરીઓના લગ્ન કરાવ્યા બાદ મહેશ સવાણીએ તેમને 11 દિવસ આ જગ્યાએ હનિમૂન માટે મોકલ્યા
દીકરીઓના પિતા તરીકે જાણીતા મહેશ સવાણી છેલ્લા ઘણા વર્ષોથી માતા પિતા વગરની દીકરીઓના લગ્ન કરાવીને સંસાર શરૂ કરાવે છે. કોરોનાના કપરા કાળ બાદ પણ તેમણે ગત લગ્ન સીઝનમાં દીકરીઓના લગ્ન કરાવ્યા હતા. હવે નવદંપતિ માટે હનિમૂનનું આયોજન કરી આપ્યું છે. તેમણે કુલ 300 દીકરીઓના લગ્નનું આયોજન કર્યું હતું. તા.3 અને 4 ડીસેમ્બરના રોજ આ દીકરીઓ માટે રોયલ વેડિંગ યોજાયા હતા.
હનિમૂનના આયોજનના ભાગરૂપે ઘણા બધા યુગલનું ગ્રૂપ સુરતથી મનાલી જવા માટે રવાના થયું હતું. આ પ્રવાસની શરૂઆત પણ સવાણી ગ્રૂપ તરફથી કરી દેવામાં આવી હતી. મહેશ સવાણીએ આ ગ્રૂપને સુરત રેલવે સ્ટેશનથી આવજો કહ્યું હતું. આ સાથે ફોટો પણ ક્લિક કરાવ્યા હતા. મહેશ સવાણીએ આમાંથી કેટલાક ફોટો પોતાના ફેસબુક પેજ પર શેર કર્યા છે. આ તસવીરમાં દરેક યુગલ ખુશખાશલ જોવા મળ્યા છે. 40 દીકરીઓનું ગ્રૂપ સુરતથી મનાલી જવા માટે રવાના થયું હતું.
આ ગ્રૂપમાં રહેલા દરેક સભ્યોએ કોવિડની મારક વેક્સીનના તમામ ડોઝ લીધેલા છે. બપોરના સમયે આ ગ્રૂપને સુરતથી રવાના કરવામાં આવ્યું હતું. આ અંગે મહેશ સવાણીએ કહ્યું કે, ચુંદડી મહિયરની પ્રસંગમાં આવેલી 40 દીકરીઓ આજે સુરતથી મનાલી જવા માટે રવાના થશે.
કુલ્લુ મનાલીમાં 12 દિવસના પ્રવાસનું આયોજન કરાયું છે. બે દિવસ જતા અને બે દિવસ આવતા થશે, આઠ દિવસમાં ગ્રૂપ મનાલીના સાઈટ સીન અને હાલમાં જે હિમવર્ષા થઈ રહી છે એને એન્જોય કરશે. મારી દીકરી સાથે જમાઈ પણ આનંદ માણશે. આ ગ્રૂપે વેક્સીનના બંને ડોઝ લીધેલા છે.
આ સાથે એક મેડિકલ કિટ, જુદી જુદી જ્ઞાતિ અને ધર્મના ડૉક્ટર પણ જમાઈ સાથે છે. ડૉક્ટરની એક ટીમ એની સાથે જ જઈ રહી છે. તા.5 જાન્યુઆરીથી આ પ્રવાસની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રવાસમાં મનાલીની આસપાસના દરેક સાઈટ સીન આવરી લેવાયા છે.
આ પ્રકારના આયોજન બદલ સર્વત્ર સવાણી ગ્રૂપની એક ઉમદાકાર્ય હેતું ચર્ચા થઈ રહી છે. કોવિડને કારણે બે વર્ષ સુધી કોઈ લગ્નનું આયોજન થઈ શક્યું ન હતું. પણ ગત સીઝનમાં રોયલ વેડિંગ પૂરા થતા હવે યુગલ હનિમૂન કરવા માટે સુરતથી રવાના થઈ ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..