‘જો શાહરુખ ભાજપમાં સામેલ થઈ જાય તો ડ્રગ્સને ખાંડ માની લેવામાં આવશે’: મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળ
મહારાષ્ટના નેતા છગન ભુજબળે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ભાજપને ટાર્ગેટ કર્યું છે. NCP (નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)ના વધુ એક નેતાએ ભાજપને આડેહાથ લઈને કહ્યું હતું કે જો બોલિવૂડ એક્ટર શાહરુખ ખાન ભાજપમાં સામેલ થઈ જાય તો ડ્રગ્સને બુરું (ખાંડનો પાવડર) માની લેવામાં આવશે. ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરુખનો દીકરો આર્યન હાલમાં જેલમાં બંધ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ભુજબળે આગળ કહ્યું હતું, ‘ગુજરાતના મુંદ્રા પોર્ટ પર 3 હજાર કિલો હેરોઇન મળ્યું હતું, પરંતુ તેની તપાસ તતી નથી. NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) શાહરુખ પાછળ પડી છે. જો આ જ શાહરુખ ભાજપ સાથે જોડાઈ જાય તો ડ્રગ્સને ખાંડ માની લેવામાં આવશે.’ ઉલ્લેખનીય છે કે આ પહેલાં NCPના નેતા નવાબ મલિકે ડ્રગ્સ પ્રકરણમાં ભાજપને ખરુંખોટું સંભળાવ્યું હતું.
NCPએ ડ્રગ્સ કેસને નકલી ગણાવ્યો
NCP નેતા નવાબ મલિકે NCB વિરુદ્ધ જ આરોપો મૂક્યા હતા. તેઓ પહેલેથી એ જ વાત કહેતા આવ્યા છે કે આ આખો કેસ નકલી છે. NCBએ ટાર્ગેટ કરીને ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા અને 1300માંથી માત્ર 11 લોકોને જ પકડ્યા હતા. પકડ્યા બાદ NCB તેમને ઓફિસ લઈને આવી હતી અને તેમાંથી પણ માત્ર 8 લોકો (આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા) ને જ લૉકઅપમાં રાખવામાં આવ્યા હતા અને બાકીના ત્રણને જવા દેવામાં આવ્યા હતા.
મલિકે NCBના ઝોનલ હેડ સમીર વાનખેડેને આડેહાથ લેતા કહ્યું હતું કે તે કેન્દ્ર સરકારની એક કઠપૂતળી છે. તે લોકોને નકલી કેસમાં ફસાવે છે. તેમણે વાનખેડેને ધમકી આપતા કહ્યું હતું, ‘હું વાનખેડેને પડકાર આપું છું કે તેની એક વર્ષમાં નોકરી જતી રહેશે. જ્યાં સુધી જનતા તમને જેલ નહીં મોકલે ત્યાં સુધી ચેનથી બેસશે નહીં. અમારી પાસે તમારા દરેક નકલી કેસના પુરાવા છે.’ મલિક અહીંયા જ નહોતા અટક્યા તેમણે વાનખેડેને સવાલ કર્યો હતો, ‘તારી પર દબાણ કરે છે તે વ્યક્તિ કોણ છે? નવાબ મલિક કોઈથી ડરતો નથી.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..