ચોંકાવનારો મામલો સામે આવ્યો: પતિને તરછોડીને ભાગેલી પ્રેમિકાને પ્રેમીએ જાહેરમાં જ પતાવી દીધી
વિતેલા વર્ષમાં દેશમાં ગુનાહિત પ્રવૃત્તિઓનું પ્રમાણ વધ્યું છે. જેમાં હત્યા અને દુષ્કર્મ જેવા ગંભીર ગુના સામેલ છે. હાલમાં આવો જ ચોંકાવનારો હત્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં પ્રેમીએ એની પરિણીત પ્રેમિકાને જાહેરમાં જ રહેંસી નાંખી છે.
આ કેસ મધ્ય પ્રદેશના ઇન્દોરમાંથી સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા પતિને તરછોડીને આવેલી પત્ની એના પ્રેમી સાથે રહેવા લાગી હતી, પરંતુ પ્રેમી સાથે કોઇ મુદ્દે મતભેદ થતાં પતિ પરત ફરી હતી. રવિવારની રાતે મહિલા એની દીકરી સાથે જ્યારે માર્કેટમાં નીકળી ત્યારે એના પ્રેમીએ એની પર ઘાતક હુમલો કરી હત્યા કરી નાંખી હતી. આ આખી ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પોલીસના જણાવ્યા અનુસાર મહિલા ઇન્દોરના ભંવરકુવા વિસ્તારમાં સ્થિત એક ઝૂંપડપટ્ટીમાં રહેતી હતી. જ્યાં મજૂરી કરીને ગુજરાન ચલાવતી હતી. આ દરમિયાન અન્ય એક પુરુષ સાથે એની મિત્રતા થઇ હતી જે પાછળથી પ્રેમમાં પરિણમી હતી. આશરે એક મહિના પહેલા મહિલા એના પતિને તરછોડીને પ્રેમી સાથે રહેવા લાગી હતી.
આ દરમિયાન પ્રેમી સાથે કોઇ વાત પર સંઘર્ષ થયો હતો. જે પછી એ પ્રેમીને છોડીને પતિ પાસે રહેવા પાછી જતી રહી હતી. આ મુદ્દે ગુસ્સામાં ભરાયેલા પ્રેમીએ તક જોઇને રાત્રિ સમયે બજારમાં આવેલી પરણિત પ્રેમિકાની જાહેરમાં હત્યા કરી નાંખી હતી. હત્યા કરી પ્રેમી ફરાર થવામાં સફળ થયો હતો. જે પછી પોલીસે એની શોધ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..