રાજસ્થાનના અજમેરમાં જાહેર- ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર પર પ્રતિબંધ, એક મહિના માટે કલમ 144 લાગુ કરી
રાજસ્થાનના (Rajasthan) અજમેરમાં (Ajmer) જિલ્લા પ્રશાસને ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે તમામ જાહેર અને ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. અજમેર જિલ્લા પ્રશાસને 7 એપ્રિલથી આ પ્રતિબંધ લાગુ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા લાઉડસ્પીકરને લઈને અનેક વિવાદો સામે આવ્યા છે.
Rajasthan | To curb noise pollution Ajmer District administration bans use of loudspeakers at all public and religious places. The order has been effective since yesterday, April 7 pic.twitter.com/Cf2myRm950
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 8, 2022
આ સાથે અજમેર જિલ્લા પ્રશાસને શહેરમાં એક મહિના માટે કલમ 144 લાગુ કરી દીધી છે. તેમજ આગામી એક મહિના સુધી કોઈપણ ધાર્મિક કાર્યક્રમમાં ઝંડા અને બેનરોના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ આદેશમાં જણાવાયું હતું કે, જિલ્લામાં યોજાનાર ધાર્મિક કાર્યક્રમોમાં સરકારી જગ્યાઓ, જાહેર ચોક, ઈલેક્ટ્રીક અને ટેલિફોનના થાંભલાઓ અને કોઈ પણ વ્યક્તિની મિલકત પર સક્ષમ મંજુરી વગર કોઈપણ પ્રકારના બેનરો કે ઝંડા લગાવી શકાશે નહીં. એવું પણ લખવામાં આવ્યું છે કે જો કોઈ આવું કરતા પકડાશે તો તે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કરૌલીમાં હિંસા થઈ હતી
તાજેતરમાં જ રાજસ્થાનના કરૌલી શહેરમાં નવ સંવત્સર નિમિત્તે હિન્દુ સંગઠનો દ્વારા કાઢવામાં આવેલી બાઇક રેલી પર પથ્થરમારો બાદ હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી કરૌલીમાં તણાવનું વાતાવરણ છે. જો કે, હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને કોઈપણ પ્રકારની હિંસાના સમાચાર નથી. જો કે પ્રશાસન કોઇ ચુક ન થાય તેની કાળજી લઇને આગોતરા સાવધાનીના પગલા લઇ રહ્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..