લૂટેરી દૂલ્હન: આર્ય સમાજમાં યુવતી સાથે લગ્ન કર્યા, 7 દિવસ સુધી પત્નીએ તબિયત ખરાબ હોવાનું કારણ બતાવી ના બનાવ્યો સંબંધ અને પછી…

રાજસ્થાનના પોખરણમાં (Pokhran)એક લૂટેરી દૂલ્હનનો કેસ સામે આવ્યો છે. પોખરણના ભણિયાણા વિસ્તારમાં એક યુવકે બાડમેરની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. યુવકે સાત દિવસ પહેલા આર્ય મંદિરમાં યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી યુવતીએ પતિ સાથે શારીરિક સંબંધ બનાવવાથી ઇન્કાર કર્યો હતો. પછી એક દિવસ યુવતીએ સારવાર માટે હોસ્પિટલ જવાની વાત કરી હતી. જ્યાંથી તક જોઈને પૈસા અને ઘરેણા લઇને ફરાર થઇ ગઈ છે. લગ્ન કરાવનાર દલાલ પણ ફરાર થઇ ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

યુવક જ્યારે ઘરે પહોંચ્યો તો તેને જોયું કે પત્ની ગાયબ હતી અને ઘરમાંથી પૈસા-ઘરેણા પણ ગાયબ હતા. યુવકે પોતાની પત્નીને ફોન કર્યો તો નંબર બંધ હતો. તેને શંકા જઈ હતી. આ પછી યુવક પોલીસને ફરિયાદ કરી હતી. હાલ પોલીસે કેસ નોંધી ફરાર દૂલ્હન અને લગ્ન કરાવનાર દલાલની શોધ કરી રહી છે.

ભમિયાણા પોલીસ સ્ટેશનમાં પીડિત બાબૂ રામે જણાવ્યું કે તેના ઓળખીતા કાનાસર ગામના જગમાલ સિંહે તેને લગ્ન કરાવવા માટે રાજી કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે બાડમેરની એક યુવતી સાથે લગ્ન કરાવી દેશે. તેણે શાંતિ સાથે તેનો પરિયય કરાવ્યો હતો અને લગ્ન માટે 6 લાખ રૂપિયા લીધા હતા.

લગ્ન જોધપુર સ્થિત આર્ય સમાજ મંદિરમાં એક વકીલ દ્વારા કર્યા હતા. લગ્ન પછી યુવતીના પરિવારજનોનો ડર બતાવી એસપી પાસે સુરક્ષાની માંગણી પણ કરાવી હતી. મેં શાંતિને લગ્ન પછી સોના અને ચાંદીના ઘરેણા પણ આપ્યા હતા. જોકે તેણે તબિયત ખરાબ હોવાનું કારણ બતાવી સંબંધ બાંધવાની ના પાડી હતી.

પીડિતના મતે 26 ઓક્ટોબરે લગ્ન કરાવનાર જગમાલ સિંહ તેને પત્ની શાંતિને મેડિકલ ચેકઅપનું કહીને લઇ ગયો હતો. પછી ઘરે તપાસ કરી તો ઘરેણા પણ ગાયબ હતા. જગમાલ સિંહ અને શાંતિ બંનેનો ફોન બંધ હતો. ત્યારે શંકા ગઈ તો મેં પોલીસ સ્ટેશનમાં તેમની સામે કેસ નોંધાવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો