અમદાવાદમાં પોલીસને માર મરાયો: બાપુનગરમાં ટ્રાફિક પોલીસ જવાનને સ્થાનિકોએ માર માર્યો, ટોળાએ અશ્લીલ ગાળો ભાંડી

બાપુનગરના ગરીબનગર ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ જવાન પર હુમલો થયો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ટોળામાં સામેલ સ્થાનિક લોકોએ અશ્લીલ ભાષાનો ઉપયોગ કરીને પોલીસ જવાન પર હુમલો કર્યો હતો. અસામાજિક તત્ત્વોએ પોલીસ જવાનને માર માર્યો હતો.આ સંદર્ભે હાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

ઢસડી ઢસડીને પોલીસ જવાનને માર મરાયો
સ્થાનિક અસામાજિક તત્વોએ ભીડનો લાભ લઈને પોલીસ જવાન સાથે ગેરવતૂર્ણક કરીને તેમને મારવા માટે ટોળાને ઉશ્કેરણીઓ કરી હતી. પોલીસ જવાન નજીકમાં આવેલી એસીપીની ઓફિસમાં ટોળાથી બચવા પહોંચી ગયો હતો. જોકે ટોળાએ ત્યાં પણ તેમના પર હુમલો કર્યો હતો. લોકોના ટોળાએ ટ્રાફિક પોલીસને ઢસડી ઢસડીને માર માર્યો હતો. જે વીડિયો સામે આવ્યા બાદ હવે પોલીસ બેડમાં રોષ ફેલાઈ ગયો છે.

વીડિયોમાં શું દેખાય છે?
બાપુનગરના ગરીબનગર રસ્તા પર ટોળું એકઠું થયું છે.વાહન જઈ રહ્યા છે. તેવામાં એક અસામાજીક તત્વ દોડીને સીધો ટ્રાફિક જવાનને ઉછળી-ઉછળીને માર મારવા લાગે છે. ત્યારબાદ બીજા પણ કેટલાક અસામાજીક તત્વો પોલીસને માર મારવા લાગે છે. પોલીસ જવાન બચવા માટે પ્રતિકાર કરે છે, અન્ય પોલીસકર્મીઓ પણ તેને બચાવવા પ્રયાસ કરે છે. જો કે બેકાબૂ ટોળું બીભત્સ ભાષા વાપરે છે. એટલું જ નહીં પોલીસ જવાન ત્યાંથી બચવા માટે એસીપીની ઓફિસ ભાગે છે પરંતુ ત્યાં પણ ટોળું પહોંચે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો