ભાજપના ધારાસભ્યનો હાથ પકડી લિસ્ટેડ બુટલેગર પહોંચ્યો મુખ્યમંત્રીના દરબારમાં…
સામાન્ય સંજોગોમાં કોઇપણ માણસ મુખ્યમંત્રીને મળી શકે એ આદર્શ સ્થિતિ છે. ખરેખર હોવું પણ એમ જ જોઇએ. પણ એમાં કોઈ ગુનેગાર પહોંચી જાય એ યોગ્ય ન ગણાય.
આવો જ એક કિસ્સો તાજેતરમાં સપાટી પર આવ્યો છે. કામરેજ મત વિસ્તારના ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડિયાનો હાથ પકડી પૂણાના ભૈયાનગરમાં રહેતો ગોરધન ઉર્ફે ગોટિયો નામનો લિસ્ટેટ બુટલેગર મુખ્યમંત્રી સુધી પહોંચી ગયો હતો.
જ્યાં મુખ્યમંત્રી સાથે સમૂહ તસવીર ખેંચાવી તેમાં પણ તે દૃશ્યમાન થાય છે. મુખ્યમંત્રીને તો ખ્યાલ નથી હોતો કે ધારાસભ્યની સાથે કોણ આવ્યું છે પણ ધારાસભ્યને તો એટલો ખ્યાલ રાખવો જોઇએ ને કે તે કોને તેની સાથે લઈ જાય છે? માની લઇએ કે કદાચ ધારાસભ્યને પણ ખ્યાલ ન હોય અને તેમની કોઇ વ્યક્તિ સાથે લઇ ગઇ હોય તો ધારાસભ્યે જે તે વ્યક્તિ સામે પગલા લેવા જોઇએ. ધારાસભ્યએ આ બાબતનો ખુલાસો કરવો જોઇએ.
પૂણા પોલીસ સ્ટેશન ઉપરાંત ઉધના પોલીસ મથકની હદમાં તેમજ અન્ય પોલીસ મથકમાં પણ ગોરધન ઉર્ફે ગોટિયા સામે ગુના નોંધાઈ ચૂક્યા છે. આવા લિસ્ટેડ બુટલેગરને પોતાની સાથે મુખ્યમંત્રી સુધી લઈ જવામાં ધારાસભ્યને શું રસ હશે? એ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે. જોકે આવા લોકો રાજકારણીઓ માટે ચૂંટણી અને અન્ય સમયે કામ કરતા હોય છે તે બધા જાણે છે પરંતુ રાજકારણીઓ જાહેરમાં તેમની સાથે આવવાનું ટાળતા હોય છે. આ તો ભાઇ છેક મુખ્યમંત્રીના કાર્યાલય સુધી પહોંચી ગયા છે. તેમની કેટલી પહોંચ છે તે બતાવીને સામાન્ય પોલીસવાળાઓને તો દબડાવી જ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..