આ છે ગીરની સિંહણ: દેશની પ્રથમ મહિલા રેસ્ક્યૂ ફોરેસ્ટરનું બિરૂદ રસીલાબેન વાઢેરના નામે, વન્ય પ્રાણીઓના જીવ બચાવવા જીવ જોખમમાં મૂક્યો હતો

ગીરની સિંહણ…. ધ લાયન ક્વિન ઓફ ઈન્ડિયા જેવા બિરૂદ મેળવનાર દેશના પ્રથમ રેસ્કયૂ ફોરેસ્ટર બનવાનું માન મેળવનાર રસીલાબેન વાઢેરે અનેકવાર પોતાનો જીવ જોખમમાં મુકીને વન્ય પ્રાણીઓના જીવ બચાવ્યા છે. માત્ર હિંમત, અનુભવ અને કોઠાસૂઝના બળે સિંહ, દિપડા, મગર, અજગર વગેરે પ્રાણીઓના જીવ બચાવવા માટે 1000થી વધુ રેસ્ક્યૂ ઓપરેશન કર્યા છે.  

આ જાબાંઝ મહિલાએ બેખૌફ્ સિંહ, દિપડા સહિતના વન્યપ્રાણીઓના જીવ બચાવવા માટે તેમની મલમપટ્ટી પણ કરી છે. હાલમાં ગીરસોમનાથ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગની પ્રભાસ પાટણ રેન્જમાં આર.એફ્.ઓ. તરીકે ફ્રજ બજાવી રહ્યા છે. 

રસીલાબેન વાઢેર કહે છે કે,  ચેલેન્જવાળી કામગીરી કરવી ગમે છે. વેરાન જંગલમાં કે, વન્ય પ્રાણીઓના રેસ્ક્યૂ ઓપરેશનમાં ડર ક્યારેય લાગ્યો નથી. 

2007માં જ્યારે ગાર્ડ તરીકે વન વિભાગમાં જોડાઈ ત્યારે અમારા ડિવિઝનમાં હું એક માત્ર જ મહિલા હતી. 2007માં પહેલી જ વખત વન વિભાગમાં ગાર્ડ તરીકે મહિલાઓની ભરતી કરવામાં આવી હતી. શરૂઆતમાં મારી જેવી તમામ મહિલાઓને ફ્લ્ડિ કે, વન્ય પ્રાણીઓની રેસ્ક્યૂની કામગીરી સોંપવામાં ન આવતી હતી.  

જે તે સમયે સાસણ રેસ્ક્યૂ સેન્ટરના વેટરનરી ડોક્ટરે નોકરી છોડી દેતા, રેસ્ક્યુ સેન્ટરની જવાબદારી મારા શીરે આવી હતી. ત્યારબાદ અન્ય વેટરનરી ડોક્ટરના માર્ગદર્શન મુજબ ઘણાં વન્યપ્રાણીઓને સારવાર આપી છે.

3 દીપડાએ બચકું ભરતાં 15 ટાકા આવ્યા હતા
રસીલાબેને જણાવ્યું હતું કે, એકવાર સારવાર દરમિયાન દીપડાએ હાથમાં બચકુ ભરી લેતા 15 જેટલા ટાકા આવ્યાં હતા. આમ, વન્યપ્રાણીઓ સારવાર અને રેસ્ક્યુમાં ફાવટ આવી જતા ઘણાં કર્મચારીઓથી માંડીને ઉચ્ચ અધિકારીઓને તાલીમ પણ આપવાની તક મળી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો