લીંબડીના વિપ્ર દંપતીની અનોખી ઉજવણી: લગ્નની 50મી વર્ષગાંઠે 50 બાળકના અભ્યાસનો ખર્ચ ઉપાડવાનો લીધો સંકલ્પ

ભાલના ગાંફ ગામના કિશોરભાઈ પંડયાના લગ્ન અમદાવાદના ભગવતીબેન સાથે તા.29 ફેબ્રુઆરી-1972ના રોજ થયા હતા. દંપતિ શિક્ષક હોવાથી બન્ને લીંબડી સેટલ થયા હતા. વિપ્ર દંપતી પુત્ર હિતેષ, પુત્રવધૂ છાયા અને પૌત્ર ધાર્મિક સાથે લીંબડી રેલવે સ્ટેશન રોડ પર માતૃછાયા મકાનમાં સુખેથી નિવૃત્ત જીવન ગાળે છે.

‘પ્રેમની કોઈ ઉંમર હોતી નથી’ એ સાબિત કરતો કિસ્સો
પંડયા પરિવારની ત્રીજી પેઢી લગ્નની દહેલીઝ પર ઊભી છે છતાંય વિપ્ર દંપતી વચ્ચેનો પ્રેમ નવયુગલ જેટલો જ તરોતાજા છે. 75 વર્ષના કિશોરભાઈ અને 70 વર્ષના ભગવતીબેન લગ્નના 50 વર્ષ થવા છતાં યુવાનોને પણ શરમાવે તેટલો એકબીજા પ્રત્યે પ્રેમ, માન અને લાગણી જાળવી રાખી છે. પરિવારે માતા-પિતા સામે લગ્નની 50મી વર્ષગાંઠની ઉજવણી કરવાની ઈચ્છા જાહેર કરી હતી.

50 બાળકોને અભ્યાસ માટે દત્તક લીધા
કિશોરભાઈ અને શ્રેષ્ઠ શિક્ષક અવોૉર્ડ વિજેતા ભગવતીબેને લગ્નની 50મી સુવર્ણ જયંતીની ઉજવણી પાછળ ખર્ચ કરવાને બદલે 50 જરૂરિયાતમંદ છાત્રોને પ્રાથમિકથી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ ખર્ચ ઉઠાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરિવારજનોએ માતાપિતાની ઈચ્છાને સહર્ષ સ્વીકારી લીધી હતી. વિપ્ર દંપતીએ 50 બાળકોને અભ્યાસ માટે દત્તક લઈ તેમના શિક્ષણમાં જરૂરી મદદ કરવાના સંકલ્પે સમાજમાં નવી રાહ ચીંધી છે.

પૂરા પરિવારે દેહદાનનો સંકલ્પ લીધો
શિક્ષિત પરિવારના મોભી કે.ડી.પંડયા, પત્ની ભગવતીબેન, પુત્ર હિતેષ, પુત્રવધૂ છાયાબેન પૌત્ર ધાર્મિક પંડ્યાએ મૃત્યુ પછી પોતાનું શરીર મેડિકલના સ્ટુડન્ટ્સને અભ્યાસ કરવા માટે ઉપયોગી બને તે માટે દેહદાનનો સંકલ્પ કરી ચૂક્યા છે. પંડયા પરિવારના સભ્યો અવસાન પામનાર વ્યક્તિ પાછળ ધર્મના રિવાજ મુજબ જે વિધિ કરવી હોય તે કરવી જરૂરી માને છે.

બ્રાહ્મણ પરિવારે કુ-રિવાજોને તિલાંજલી આપી
લોકડાઉનમાં દિવ્ય ભાસ્કરની “મનથી ત્યજીએ મૃત્યુ ભોજન” પહેલને બ્રાહ્મણ પરિવારે સમર્થન આપ્યું હતું. પંડ્યા પરિવારના સભ્યોએ મૃત્યુ પછીની કુ-પ્રથા બંધ કરવા આગળ આવ્યું હતું. મૃત્યુ બાદ લૌકિક વ્યવહાર, રોકકળ, કાંણ-મોકાણ, ભોજન સહિતનો ખર્ચ બચાવી જરૂરિયાતમંદોને મદદરૂપ થવા પ્રતિજ્ઞા લીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો