ગુજરાતના આ ગામની છે એક આગવી ઓળખ, ૧૦૦ ટકા સુવિધાઓથી સજ્જ

ગોંડલ: ગોંડલ શહેરથી ૨૨ કિમી દુર ભાદર ડેમના કાઠે આવેલ લીલાખા ગામ તેની ૧૦૦ ટકા સુવિધા ઓના કારણે આગવી ઓળખ ધરાવે છે. આદર્શ ગામની વ્યાખ્યામાં લીલાખા બોલાય છે, અહી ૧૦૦ ટકા પાકા રસ્તા, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ અને ગુજરાતનું વન નંબરનું ગ્રામ્ય બસ સ્ટેન્ડ આવેલ છે જેનું લોકાર્પણ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

ગોંડલ તાલુકાના લીલાખા ગામની વાત પણ અનોખી છે અહીની વસ્તી ૧૧૦૦ની છે ગ્રામ પંચાયત દ્વારા ૧૦૦ ટકા પાકા રસ્તા, ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટ લાઈટની સુવિધા સાથે રોજીંદા સવારે ૧ કલાક પાણી વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે, ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારી દ્વારા ઘરે ઘરે જઈ કચરો ઉઘરાવી રોજીંદા તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. આંગણવાડી, પ્રાથમિક શાળા સાથે ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરી શકાય તેવું હાઇસ્કુલ બિલ્ડીંગ પણ આવેલ છે જેમાં ૧૦ ગામના વિદ્યાર્થીઓ આવી અભ્યાસ કરી રહ્યા છે.

લીલાખામાં વસતા ૨૬૦ પરિવારો દ્વારા ૧૦૦ ટકા વેરો ભરવામાં આવે છે તો ૩૫૦ થી વધેરે ખેતીના ખાતેદારો દ્વારા પણ ૧૦૦ ટકા વેરો ભરવામાં આવી રહ્યો છે, અહી ગુજરાતનું ગ્રામ્ય વિસ્તારનું નંબર વન બસ સ્ટેન્ડ બનાવામાં આવ્યું છે. આ બસ સ્ટેન્ડમાં મુકવામાં આવેલ આવેલ પોસ્ટરોમાં એક પણ લીટી કે લીટો જોવા મળતો નથી. ગ્રામજનો દ્વારાજ જાહેર મિલકતનું જતન કરવામાં આવી રહ્યું છે, લીલાખા ૧૦૦ ટકા શૌચાલય ધરાવનારું ગામ બન્યું છે.

રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે આદર્શ ગામમાં લીલાખાને નબર વન જાહેર કરવામાં આવનાર છે તેમજ તેને રૂ. ૫૦ લાખનું ઇનામ પણ મળનાર હોવાનું અલ્પેશભાઈ ઢોલરીયા દ્વારા જાણવામાં આવ્યું હતું. લીલાખાને નંબર વન બનાવવામાં ગામના સરપંચ ધર્મેશભાઈ ધામેલીયા, ગ્રામ પંચાયતના સદસ્યો, તેમજ પૂર્વ સરપંચ ધીરુભાઈ ઢોલરીયા સહીત ગ્રામજનોનો સિંહ ફાળો છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો