દિલ્હીમાં ગટર સાફ કરવા ઉતરેલા AAP કોર્પોરેટરને લોકોએ નાયકની જેમ દૂધથી સ્નાન કરાવ્યું, જુઓ વીડિયો..

દિલ્હીમાં MCD ચૂંટણીને લઈને રાજનીતિના જુદા-જુદા પહેલું જોવા મળી રહ્યા છે. એક બાજુ મંગળવારે દિલ્હીના ત્રણ નિગમોને એક કરવાના બીલ પર મોદી કેબિનેટે મુહર લગાવી દીધી તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર હાસિબ અલ હસન બોલિવુડ એક્ટર અનિલ કપૂરના અંદાજમાં જોવા મળ્યો હતો. હાસિબ અલ હસને પૂર્વ દિલ્હીના ગટરમાં કૂદીને તેની સફાઈ કરી હતી, ત્યાર બાદ લોકોએ તેને દૂધથી સ્નાન કરાવ્યું હતું. ત્યાર બાદથી જ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે.

હાસિબ અલ હસનની થઇ જય-જયકાર
જ્યારે AAPના કોર્પોરેટર હાસિબ અલ હસન ગટરની સફાઈ કરીને બહાર નીકળ્યા, ત્યારે લોકો તેની જય-જયકાર કરવા લાગ્યા. લોકોએ ‘હાસિબ અલ હસન જિંદાબાદ રહે’ જેવા નારા લગાવ્યા હતા. લોકોએ ડોલમાં દૂધ ભરીને તેને સ્નાન કરાવ્યું, આ દરમિયાન હાસિબ અલ હસનની ચારેય બાજુ લોકોની ભીડ હતી. તેમજ AAP કાર્યકર્તાએ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ નારેબાજી કરી હતી.

ગત ચૂંટણીમાં થયેલી પોતાની ભૂલોને સુધારવા સાથે આપ પાર્ટી આ વર્ષે MCDની ચૂંટણીમાં કોઈ કસર છોડવા ઈચ્છતી નથી. આ જ કારણે આપ પાર્ટી તૈયારીઓમાં લાગી ગઈ છે, પાર્ટી બીજેપીને ઘેરવાની એક પણ તક છોડવા ઈચ્છતી નથી. આમ આદમી પાર્ટી MCD ચૂંટણીની તારીખો લંબાવવાનો આરોપ બીજેપી પર લગાવી રહી છે. મંગળવારે પણ આપ પાર્ટીએ દિલ્હીમાં MCD ચૂંટણીને લઈને સુપ્રિમ કોર્ટમાં જવાનો નિર્ણય લીધો છે, પાર્ટીએ અપીલ કરી છે કે, નિશ્ચિત સમય પર MCDની ચૂંટણી કરવામાં આવે.

MCDના એકીકરણના બિલ પર લગાવવામાં આવી મુહર
દિલ્હીના ત્રણેય નિગમોને એક કરવાના બિલ પર મોદી કેબિનેટે મુહર લગાવી દીધી છે. હવે આ અઠવાડિયામાં આ બિલ સંસદમાં આવી શકે છે. સંસદમાં પાસ થયા બાદ દિલ્હીમાં ત્રણેય જગ્યાઓ માટે એક જ મેયર રહેશે. આ ઉપરાંત, નોર્થ, સાઉથ અને ઇસ્ટના બદલામાં માત્ર એક જ નિગમ રહેશે.

માર્ચમાં જ MCD ચૂંટણીની તારીખો જાહેર થવાની હતી, પણ આ એકીકરણના કારણે તારીખો જાહેર થઇ શકી નથી. દિલ્હી નગર નિગમમાં ચૂંટણી 18 મેથી પહેલા કરવાની છે અને રાજ્ય નિર્વાચન આયોગને તારીખો જાહેર કરવા માટે એક મહિનાનો સમય પણ જોઈએ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો