દુનિયાની પહેલી હોસ્પિટલ ટ્રેન ભારતમાં, થઈ ચૂકી છે 1 લાખથી વધુ સર્જરી
પેલેસ ઓન વ્હીલ વિશ્વની સૌથી મોંઘી અને લક્ઝરી ટ્રેન છે પરંતુ એક એવી ટ્રેન છે જેની દેશના દરેક નાગરિકને રાહ હોય છે. આ ટ્રેન છે લાઈફ લાઈન એક્સપ્રેસ એટલે કે ચાલતી-ફરતી હોસ્પિટલ. વિશ્વની આ પ્રથમ એવી ટ્રેન છે જેમાં હોસ્પિટલની જેમ જ સર્જરી સહિત અનેક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ ટ્રેનને 1991માં શરૂ કરવામાં આવી હતી ત્યારથી લઈને દેશના અનેક રાજ્યોમાં પહોંચીને લોકોની સારવાર કરે છે. આ ટ્રેનમાં ઓપરેશનથી લઈ તમામ પ્રકારની સુવિધાઓ છે. તેથી તેને હોસ્પિટલ ઓન વ્હીલ કહેવામાં આવે છે.
શું છે આ ટ્રેનમાં
– બે સર્જિકલ ઓપરેશન થિયેટર. તેમાં પોલીયોથી લઈને કપાયેલા હોઠ અને મોતિયાનું ઓપરેશન કરવામાં આવે છે.
– ઓપરેશન થિયેટરમાં 5 ટેબલ છે, જે આધુનિક મેડિકલ ઉપકરણોથી જોડાયેલા છે.
– ટ્રેનમાં બે રિકવરી રીમ છે. જેમાં ઓપરેશન બાદ દર્દીને રાખવામાં આવે છે.
– ઓપરેશન થિયેટરમાં ટ્રીટમેન્ટ માટે અલ્ટ્રા મોર્ડન માઈક્રોસ્કોપથી લઈ લેબોરેટરી, એક્સરે યુનિટ પણ છે.
– ટ્રેનમાં ડેન્ટલ રૂમ, ઓપ્થેલોમોજી ટ્રીટમેન્ટ, ગાયનેકોલોજી એક્ઝામિનેશન રૂમ, મેમોગ્રાફી રૂમ, પેથોલોજી લેબ, ફાર્મસી રૂમ, એક્સ-રે રૂમ થી લઈ મેડિકલ
સ્ટાફ માટે રૂમ બનાવવામાં આવ્યા છે.
– લાઈફ લાઈન એક્સપ્રેસને પોતાનું પાવર હાઉસ છે, જે આખી ટ્રેનને વીજળી સપ્લાઈ કરે છે.
– ઉપરાંત ટ્રેનમાં વાઈ-ફાઈની પણ સુવિધા છે.
– સમગ્ર ટ્રેન સીસીટીવી કેમેરાથી સજ્જ છે, જેનું મોનિટરીંગ કન્ટ્રોલરૂમમાં બેસીને કરી શકાય છે.
એક લાખથી વધુ સર્જરી થઈ ટ્રેનમાં
– લાઈફ લાઈન એક્સપ્રેસની શરૂઆત 1991માં થઈ ત્યારે તેમાં લાકડાના ત્રણ ડબ્બા હતા. હાલ તેમાં સાત આધુનિક કોચ છે અને તે અત્યાર સુધી એક લાખ કિમીથી વધુ અંતર કાપી ચૂકી છે.
– ટ્રેનમાં આશરે 10 લાખ ગરીબોની મફત સારવાર કરવામાં આવી ચૂકી અને એક લાખથી વધુ સર્જરી કરવામાં આવી છે.
– ટ્રેનમાં અત્યાર સુધીમાં વિશ્વભરના આશરે 2 લાખ મેડિકલ પ્રોફેશનલોએ તેમની સેવા આપી છે.
ટ્રેનમાં આ રીતે થાય છે સારવાર
-જે શહેરમાં ટ્રેન જવાની હોય ત્યાંનું સ્થાનિક તંત્ર, એનજીઓના સહયોગથી દર્દીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવે છે અને તે બાદ સારવાર થાય છે.
– ટ્રેન એક સપ્તાહ સુધી રોકાઈને દર્દીની સારવાર કરે છે. જો કોઈ દર્દીની સારવાર શક્ય ન હોય તો તેને બીજી હોસ્પિટલમાં રેફર કરી દેવામાં આવે છે.
અનેક દેશોએ અપનાવી છે આ ટ્રેનને
– માત્ર ભારત જ નહીં પરંતુ ચીન, યુરોપ ઉપરાંત પાડોશી બાંગ્લાદેશે પણ આ હરતી-ફરતી હોસ્પિટલને પસંદ કરી છે.