ગૌતમ બુદ્ધ પ્રવચન આપી રહ્યાં હતાં, એક વ્યક્તિએ તેમની વાતો સારી ન લાગી, તે ક્રોધિત થઈ ગયો અને તેને બુદ્ધને અપમાનજનક વાતો કહી દીધી, ક્રોધી માણસ બુદ્ધને શાંત જોઈને વધુ ક્રોધિત થઈ ગયો. જાણો પછી શું થયું?

બૌદ્ધ ધર્મના સંસ્થાપક ગૌતમ બુદ્ધના જીવનના અનેક એવા પ્રસંગો છે, જેમાં સુખી જીવનના સૂત્ર છુપાયેલાં છે. આ સૂત્રોને જીવનમાં ઊતારી લેવામાં આવે તો આપણી અનેક પરેશાનીઓ દૂર થઈ શકે છે. અહીં જાણો બુદ્ધનો એક એવો જ પ્રસંગ, જેમાં એક વ્યક્તિએ તેમનું અપમાન કર્યું હતું.

પ્રચલિત કથા પ્રમાણે ભગવાન બુદ્ધ કોઈ ગામમાં ઉપદેશ આપી રહ્યાં હતાં. બુદ્ધે કહ્યું કે ક્રોધ એવી અગ્નિ છે, જેમાં ક્રોધ કરનાર પોતે જ બળે છે અને બીજાને પણ બાળે છે. એ વખતે પ્રવચન સાંભળી રહેલા લોકોમાં ખૂબ જ ગુસ્સો કરનાર એક માણસ પણ બેઠો હતો. તેને આ વાત સારી ન લાગી. તે અચાનક ઊભો થયો અને બોલવા લાગ્યો કે બુદ્ધ તમે પાખંડી છો, મોટી-મોટી વાતો કરવી તે જ તમારું કામ છે. તમે લોકોને ભ્રમિત કરી રહ્યાં છો, તમારી આ વા આજે કોઈ મહત્વ નથી ધરાવતી.

તે વ્યક્તિ લગાતાર બુદ્ધને અપમાનજનક વાતો સંભળાવી રહ્યો હતો. ત્યાં બેઠેલાં લોકો આ સાંભળીને હૈરાન હતાં કે બુદ્ધ બધુ શાંતિથી સાંબળી રહ્યાં છે, પરંતુ કંઈ જ વળતો જવાબ નથી આપી રહ્યાં. ક્રોધી માણસ બુદ્ધને શાંત જોઈને વધુ ક્રોધિત થઈ ગયો. તે બુદ્ધની પાસે ગયો અને તે તેમના મુખ ઉપર થૂકીને ત્યાંથી ચાલ્યો ગયો.

ઘર પહોંચીને ક્રોધી માણસનું મન શાંત થયું તો તેને પોતાના કર્યા પર ખૂબ જ પછતાવો થયો. તે બુદ્ધ પાસે ક્ષમા માંગવા પહોંચ્યો, પરંતુ તે ગામમાંથી બુદ્ધ બાજુના ગામમાં પ્રવચન માટે નિકળી ચૂક્યાં હતાં. તે માણસ બુદ્ધને શોધતો-શોધતો બીજા ગામમાં પહોંચી ગયો. એ વ્યક્તિએ જેવા બુદ્ધ દેખાયા, તે એમના પગમાં પડી ગયો અને ક્ષમા માંગવા લાગ્યો.

બુદ્ધે તે વ્યક્તિને પૂછ્યું કે તુ કોણ છે અને ક્ષમા શા માટે માંગી રહ્યો છે? એ માણસે કહ્યું કે શું તમે ભૂલી ગયા? મેં ગઈકાલે તમારી સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. તમારું અપમાન કહ્યું હતું. બુદ્ધે કહ્યું કે વીતેલી ગઈકાલ હું ત્યાં જ છોડીને આવ્યો છું અને તું હજી પણ ત્યાં જ અટકેલો છે. તે ભૂલ પર પછતાવો છે, તે પશ્ચાતાપ કરી લીધો. હવે તુ નિષ્પાપ થઈ ગયો છે. ખરાબ વાતો યાદ કરતાં રહેવાથી આપણું વર્તમાન બરબાદ થાય છે. આ આદતને લીધે ભવિષ્ય પણ બગડી જાય છે. એટલા માટે વીતેલી ખરાબ વાતોને ભૂલીને આગળ વધવું જોઈએ.

બોધપાઠ- આ પ્રસંગની શીખ એ છે કે જો ક્યારેય કોઈ વ્યક્તિ આપણું અપમાન કરી દે ત્યારે આપણે કંઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ… જૂની ખરાબ વાતોને યાદ રાખશો તો વર્તમાન સમય અને ભવિષ્ય પણ ખરાબ થઈ શકે છે.

આ પણ વાંચજો:- એક આંધળો વ્યક્તિ રાતે જ્યારે પણ ઘરની બહાર જતો ત્યારે પોતાની સાથે ફાનસ લઇને ચાલતો હતો, ગામના લોકોને આ વાત ખૂબ જ અજીબ લાગતી હતી. પરંતુ તેને કોઇ કશું જ કહેતું નહીં, એકવાર તોફાની યુવકોએ તેની મજાક ઉડાવી ત્યારે આંધળા વ્યક્તિએ જણાવ્યું તેનું કારણ. જાણો શું કારણ હતું?

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો