જેતપુરમાં અદ્યતન લેઉવા પટેલ સમાજનું લોકાર્પણ અને સમાજનું શક્તિ પ્રદર્શન
જેતપુર મુકામે “શ્રી લેઉવા પટેલ કેળવણી મંડળ”-જેતપુર સંચાલિત સ્વ.સવિતાબેન શંભુભાઈ હિરપરા તથા સ્વ.જયાબેન ગોરધનભાઈ હિરપરા પાર્ટી પ્લોટ તેમજ સમાજભવનનો ભવ્ય લોકાર્પણ સમારોહ તેમજ દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો.
સમગ્ર કાર્યક્રમ સાંસદ વિઠલભાઈ રાદડીયાનાં પુત્ર અને ગુજરાત સરકાર યુવા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં હાજર સૌ કોઈએ સાંસદ રાદડિયાની નાદુરસ્ત તબિયત વહેલામાં વહેલી તકે તંદુરસ્ત બને તે માટે પ્રાથના કરવામાં આવી હતી.
ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ લેઉવા પટેલ પાર્ટી પ્લોટ અને સમાજભવનનાં લોકાર્પણ પ્રસંગે ઉમટી પડેલી જંગી મેદની દ્વારા સાંસદ રાદડીયાની ત્વરિત તંદુરસ્ત તબિયત માટે કરાઈ પ્રાથના.
તા.૧૯, જેતપુરનાં ધોરાજી રોડ પર નિર્માણ પામેલ અત્યાધુનિક સુવિધાયુક્ત પાર્ટી પ્લોટ અને સમાજ ભવનનાં લોકાર્પણ પ્રસંગે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લેઉવા પટેલ સમાજના જ્ઞાતિજનો બહોળા પ્રમાણમાં ઉમટી પડ્યા હતા.સમાજ ભવનનું ઉદઘાટન શ્રી ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ઉપરાંત સમારોહનાં અધ્યક્ષ તરીકે સુરતના અગ્રણી ડાયમંડ ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરા ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત સમાજભવનનાં પરિસરમાં મુકાયેલ અખંડ ભારતનાં શિલ્પી સરદાર પટેલની પ્રતિમાની અનાવરણ વિધિ શ્રી ખોડલધામ ટ્રસ્ટનાં પ્રમુખ પરેશભાઈ ગજેરા દ્વારા કરવામાં આવ્યું હતું ઉપરાંત લગ્ન હોલ અને ભોજનાલયનું ઉદઘાટન જેતપુરનાં અગ્રણી ઉદ્યોગપતિ રાજુભાઈ હિરપરા અને વિરજીભાઈ વેકરિયા દ્વારા કરામાં આવ્યું હતું.
જેતપુર મુકામે યોજાયેલ લેઉવા પટેલ સમાજ લોકાર્પણ સમારોહ માં સમાજ ના ભામાસા એવા દાદા શ્રી વિઠ્ઠલભાઇ રાદડિયા ની તબિયત તંદુરસ્ત ના હોવાથી ઉપસ્થિત નહોતા રહ્યા તેમનું સમારોહ માં ઉપસ્થિત હજારોની જનમેદની ને દુઃખ હતું છતાં કહેવત છે ને શેર નું બચ્ચું સવાશેર જ હોય ઇ કહેવત આજ ખરા અર્થ માં સાબિત થઈ તે રીતે શ્રી માન જયેશભાઇ રાદડિયા એ વિરોધીઓ ને જડબાતોડ જવાબ આપી વિઠ્ઠલભાઇ ની ગેરહાજરી ને મહેસુસ નો થાવા દીધી..
ટુકજ સમય માં ખેડૂતો ના દબંગ નેતા અને સમાજ ના મોભી સમાન એવા દાદા શ્રી માન વિઠ્ઠલભાઇ રાદડિયા જેતપુર ની અંદર તાકાત થી આવશે એવુ જયેશભાઇ એ તેમના વક્તવ્ય દરમિયાન જણાવ્યું..
આ ભવ્ય પાર્ટી પ્લોટ તેમજ સમાજભવન બનાવાનું સપનું આપણા સૌના મોભી “શ્રીવિઠ્ઠલભાઈ રાદડિયા” એ સેવ્યું હતું જે આજે લેઉવા પટેલ સમાજના હજારો યુવાનો, ભાઈઓ, બહેનો અને વડીલોની હાજરીમાં પૂર્ણ થયેલ તેમજ આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમાજના સૌ આગેવાનો અને સ્વયંસેવક ભાઈઓનો ખરા હૃદયપૂર્વક જયેશભાઇ એ આભાર માન્યો.