જુઓ આ લેઉવા પટેલ ફેમેલી- લાખોપતિ અને એજ્યુકેટેડ કપલ સિટીનો મોહ છોડી રહે છે ગામડામાં, જીવે છે આવી લાઈફ

ગામડામાં રહેતા આજના યુવાનો શહેરો તરફ આકર્ષાયા છે. માતા-પિતા પણ પોતાના પુત્ર કે પુત્રી ભણીગણીને શહેરમાં નોકરી કરી સારૂ જીવન પસાર કરે તેવી ઈચ્છા રાખતા હોય છે. પણ જૂનાગઢનો એક પટેલ પરિવાર આ બધાથી જરા હટકે છે. જૂનાગઢના જામકા ગામે રહેતા પરસોત્તમભાઈ સીદપરા પરિવારના બંને પુત્રોએ હાઈ એજ્યુકેશન બાદ ખેતી અને પશુપાલનને પોતાનો વ્યવસાય બનાવી ગામડામાં રહેવાનો નિર્ણય કર્યો.

એટલું જ નહીં પરસોત્તમભાઈની ભણેલી-ગણેલી પુત્રવધૂઓ ગામડામાં રહીને ખેતી-પશુપાલન જેવી પ્રવૃતિઓમાં હોશેહોશે ભાગ લે છે. ગામડામાં પણ ખેતી અને પશુપાલન કરી લાખો રૂપિયાનો બિઝનેસની સાથે ગામડાના વારસા, મુલ્યો અને સંસ્કારનું જતન કરતા સીદપરા પરિવારના આ પગલાથી અન્ય ખેડૂતો અને યુવાનો પણ પ્રોત્સાહિત થયા છે. પરસોત્તમભાઈ પોતાના પુત્રોના લગ્ન પણ યુનિક રીતે કર્યાં હતા. જેના દ્વારા પણ તેઓએ ખેડૂતોને સ્વાવલંબી જીવન જીવે શકે તેવો સંદેશો આપ્યો હતો.

પુત્રવધૂઓ પણ ગામડે રહેવા માટે તૈયાર

– ખેતી અને પશુપાલનને ઈન્ડસ્ટ્રી તરીકે વિકસાવી આગળ વધેલા ભાવિન અને કિશનની પત્નીઓએ પણ તેમને સાથે આપ્યો.

– આ અંગે પરસોત્તમભાઈ જણાવ્યું હતું કે, લગ્નની વાત કરતા સમયે મેં દીકરીઓને જીવનમુલ્યો વિશે સમજાવ્યું.

– મોટા શહેરોની જેમ ગામડામાં ખેતી અને પશુપાલન દ્વારા ઈનકમનો સારો સ્ત્રોત છે તે અંગે પણ જણાવ્યું.

– પરસોત્તમભાઈ કહ્યું કે, પુત્રવધૂઓ તેમના ઘરે પણ ખેતી અને પશુપાલન કરતી હોવાથી તેઓ આ કામ હોશેહોશે કરે છે.

– પરસોત્તમભાઈના મોટા પુત્ર ભાવિનની પત્ની શ્રદ્ધાએ બીબીએનો અભ્યાસ કર્યો છે.

– જ્યારે નાના પુત્રની પત્ની વંદનાએ બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે.

– કોલેજ સમયની બહેનપણી એવી વંદના અને શ્રદ્ઘા ગામડે રહીને ખેતી-પશુપાલન સહિતની પ્રવૃતિ કરે છે.

 

ગામડેથી વિદેશમાં મોકલે છે પોતાની પ્રોડક્ટ

– વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા પરસોત્તમભાઈ પાસે આજે 105 ગીર ગાયો છે.

– પરસોત્તમભાઈના પત્ની સુશિલાબેન પણ પતિની દરેક પ્રવૃતિમાં સાથ આપે છે.

– પોતાની બાર એકર તેમજ 15 એકર ભાડા પેટે રાખેલી જમીનમાં તેઓ માઈક્રો પ્લાનિક દ્વારા ખેતી કરે છે.

– 105 ગાયો દ્વારા પશુપાલન કરી તેઓ રોજનું આશરે 250 લિટરથી વધારે દૂધ ઉત્પાદન મેળવે છે.

– સવારે દૂધને હોમ ડિલિવરી અને સાંજે દૂધમાંથી વલોણાનું ઘી, માવો, પેંડા સહિતની પ્રોડક્ટ બનાવે છે.

– તેઓએ જણાવ્યું હતુ કે, અહીં તૈયાર થતી દેશી પ્રોડક્ટ લોકો વિદેશમાં પણ મંગાવે છે.

– ખાસ કરીને સુવાવડના લાડું ભારત ઉપરાંત અમેરિકા, લંડન, દુબઈ, નોર્વે, આફ્રિકા સહિતના દેશોમાં પણ જાય છે.

– ઘઉં, તેમજ અન્ય અનાજની દાળ બનાવી તેના પેકેટ બનાવી તેનું વેચાણ કરે છે.

– ખેતી અને પશુપાલનમાં ઈન્ડસ્ટ્રીઝ જેવુ બિઝનેસ મોડેલ અપનાવી ગામડામાં રહીને પણ સીદપરા પરિવાર સારી કમાણી કરે છે.

– ગામડાના જીવનને માણે છે આ યુવાઓ

– ગામડાના મુલ્યો અને સંસ્કાર દ્વારા મોટા થયેલા પરસોત્તમભાઈ પુત્રો વ્યસનથી દૂર રહે છે.

– સામાન્ય જીવન પસંદ કરતી ભાવિન અને કિશનની પત્નીઓ પણ ગામડાના જીવનને પસંદ કરે છે.

– આ ચારેય યુવાઓ માને છે કે, શહેરો ધીમે ધીમે સંસ્કૃતિ અને જીવનની ગુણવત્તા ગુમાવી રહ્યાં છે.

– તેઓ માને છે ગામડામાં જ આરોગ્ય, આહાર સહિતની વસ્તુ ઉત્તમ મળી રહે છે.

– શ્રદ્ધા એગ્રીકલ્ચર ડેવલોપમેન્ટ અંગે વધુ ધ્યાન આપે છે. જ્યારે વંદના સંપૂર્ણરીતે ગૃહીણી તરીકેને જવાબદારી સંભાળે છે.

– ચારેય એજ્યુકેટેડ યુવાઓને જોઈને અન્ય યુવાઓ પણ પ્રોત્સાહિત થઈ ગામડાના મુલ્યો સમજ્યા છે.

સ્વાવલંબી લગ્ન કરી પ્રેરક સંદેશો પ્રસરાવ્યો

– ભાવિન અને કિશનના લગ્નની ખાસ વાત એ હતી કે, તેઓએ વ્યસનમુક્તિનો સંદેશો પ્રસરાવ્યો હતો.

– વ્યસન કરતા લોકોને લગ્નમાં આવવાથી મનાઈ કરવામાં આવી હતી.

– કેમિકલ રહીત અને દેશી ગાય આધારીત ભોજનની પ્રેરણા આપવા માટે ખાસ આયોજન કર્યું હતું.

– લગ્નમાં ચારેય દિવસ ઓર્ગેનીક સામગ્રીથી વૈદીક ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી.

– ભોજનમાં પોતાના જ ખેતરમાં ગાયના છાણ મુત્રથી બે માસ અગાઉ આઠ પ્રકારના શાકભાજી ઉગાડવામાં આવ્યા હતા.

– ગીર ગાયોના દુધ-ઘી છાશ, લાડુ, ખીર, જાદરીયું, શાક-દાળ-ભાત, કઢી-ખીચડી, જુવાર, બાજરી, મકાઇના રોટલાનુ મેનુ.

– બજારૂ સરબતોને બદલે શેરડીનો રસ-ગોળ, વરીયાળીનું સરબત, ગાયની છાસ, ઘરની વાડીના ઓર્ગેનીક તરબુચ-ટેટીની વ્યવસ્થા.

– પુત્રવધુઓ અને પરિવારની તમામ સ્ત્રીઓએ બ્યુટી પાર્લરનો બહિષ્કાર કરી પરંપરાગત શણગાર ધારણ કર્યો હતો.

– સીદપરા પરિવારના આ સ્વાવલંબી લગ્નના કારણે અન્ય ખેડૂતો પણ પ્રોત્સાહિત થયા હતા.

સારી સારી સંસ્થા પરસોત્તમભાઈને પાઠવે છે આમંત્રણ

– ધોરણ બાર સુધીનો અભ્યાસ કરી ખેતી તરફ વળેલા પરસોત્તમભાઈને આજે મોટી મોટી સંસ્થા આમંત્રણ પાઠવે છે.

– ખેતી અને પશુપાલનમાં ઈન્ડસ્ટ્રીઝ બિઝનેસ મોડેલ દ્વારા કમાણી કરતા પરસોત્તમભાઈ ગીર ગાય સંવર્ધનની કામગીરી પણ કરે છે.

– કૃષિ તેમજ ફોરેસ્ટ સંસ્થા પરસોત્તમભાઈના લેક્ચરનું આયોજન કરે છે.

– એટલું જ નહીં ખેતીમાં પરસોત્તમભાઈ યુનિક કામગીરી જોવા માટે મોરારીબાપુ જેવી અનેક હસ્તીઓ તેમની મુલાકાત લઈ ચૂક્યાં છે.

– પરસોત્તમભાઈ કહે છે, આજના યુવાનો ઉચ્ચ અભ્યાસ બાદ પ્રાઈવેટ નોકરી કરે છે, પણ જો ખેતીને યોગ્ય રીતે કરવામાં આવે તો સારી કમાણી કરી શકાય.

– આજે ઈન્ટરનેટના માધ્યમથી તમે ગામડે બેઠા-બેઠા પણ પોતાની પ્રોડક્ટનું વેચાણ કરી શકો છો

કેમ કર્યો ગામડે રહેવાનો નિર્ણય

– જૂનાગઢ નજીના જામકા ગામે રહેતો સીદપરા પરિવાર પરંપરાગત ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલો હતો.

– પરસોત્તમભાઈ ધોરણ બારનો અભ્યાસ કરી કોલેજ અધવચ્ચે છોડી પિતા સાથે ખેતી અને પશુપાલનમાં લાગી ગયા હતા.

– પરસોત્તમભાઈએ જણાવ્યું હતું કે, ખેતી-પશુપાલનને તમે એક ઈન્ડસ્ટ્રીઝ તરીકે જુઓ તો તેની સરખામણીમાં કોઈ ન આવી શકે.

– પરંપરાગત ખેતી કરતા પિતા સાથે પરસોત્તમભાઈએ નવી નવી ટેકનિક અપનાવી ખેતી કરવાનું શરૂ કર્યું.

– પરસોત્તમભાઈના પુત્ર ભાવિન અને કિશન પિતાને નાનપણથી ખેતી અને પશુપાલન કરતા જોઈ મોટા થયા હતા.

– પિતાના સંસ્કાર અને ગામડાના સારા જીવન તેમજ ખેતીના વારસાને આગળ વધારવા પુત્રોએ પણ ગામડે રહેવાનો વિચાર કર્યો.

– પરસોત્તમભાઈના મોટા પુત્ર ભાવિન મિકેનિકલ એન્જીનિયરના અભ્યાસ બાદ પિતાના પશુપાલનનો કાર્યભાળ સંભાળ્યો.

– જ્યારે નાના પુત્ર કિશને પણ એન્જીનિયરિંગના અભ્યાસ બાદ ખેતી અને ગૌશાળાની જવાબદારી સંભાળી.

મોટી મોટી હસ્તીઓ પણ પરષોત્તમભાઈ ને ત્યાં આવી ને રોકાય છે.

– ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ જામકા ગામ ની મુલાકાત કરી છે.

– દેશ-વિદેશ ના લોકો પણ જામકા ગામ ની મુલાકાત લેવા આવે છે.

સૌજન્ય :- publicreport.co.in

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો