ચાર મહિનાથી કોમામાં છે દીકરો, પિતાએ કહ્યું- સારવાર માટે ઘર-ખેતર બધું વેચી નાખીશ…આશા છે કે કંઈક તો બોલે, અમે તેના એક અવાજ માટે તરસી રહ્યા છીએ
આ દુર્ઘટના પાઠે, આપણા બધા માટે…ઘણીવાર લોકો બાઈક ચલાવતી વખતે હેલમેટ નથી પહેરતા. પરિણામ-આવી પીડાદાયક યાદ, જે આખા પરિવારને હચમચાવી દે છે. અને હસતીરમતી જિંદગી દોડધામમાં ફસાઈ જાય છે. પિતાએ કહ્યું- મારો પુત્ર અશોક છેલ્લા ચાર મહિનાથી કોમામાં છે. આશા છે કે દીકરો કંઈક બોલે, સારવાર માટે ઘર ખેતર બધુ વેચી નાખીશ.
પીડા…કાશ, હેલમેટ પહેર્યું હોત આશા…દીકરો, કંઈક તો બોલે
15 ડિસેમ્બરની એ રાત. પુત્ર અશોક(26), દોસ્ત રઘુવીર સાથે ઘરે આવી રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થઈ ગઈ. રઘુવીરે ઘટના સ્થળે જ દમ તોડ્યો. અશોકે હેલમેટ પહેર્યું નહોતું, માથામાં ઈજા થઈ અને ત્યારથી તે હોસ્પિટલમાં જ દાખલ છે. તેની સારવાર માટેસ ઘર-ખેતર બધુ વેચી નાખીશ. હું, મારી પત્ની અને પુત્રવધૂ તેનો એક અવાજ સાંભળવા માટે તરસી રહ્યા છીએ. હવે એક જ આશા છે કે, દીકરો કંઈક બોલે…
– હરીપુરી ગોસ્વામી, પિતા
હવે દીકરાને દરેક પીડા હચમચાવી દે છે, કાશ- હેલમેટ લગાવેલું હોતઃ માતા
ગત વર્ષે 23 ડિસેમ્બરના રોજ લલિત બરેલીથી ચંદ્રપુરા ખુર્દ(સિલવાની) તેના ઘરે આવી રહ્યો હતો. બાઈક સ્લીપ થઈ જવાના કારણે તેનું કોલર બોન તૂટી ગયું અને માથામાં ઈજા થઈ. કાશ…તેણે હેલમેટ પહેર્યું હોત તો કદાચ દીકરાને આ તકલીફમાં ના જોવો પડતો. ક્યારેક તેની સ્માઈલ હૃદયને હળવું બનાવી દેતી હતી, હવે તેની દરેક પીડા હચમચાવી દે છે.
– હલ્કી બાઈ, લલિતની મા
આ પોસ્ટને વધુમાં વધુ શેર કરીને આગળ મોકલજો.