કોરોના સામે રક્ષણ મેળવવાં દરરોજ ખાઓ એક લીંબુ, તેનાં અન્ય ફાયદાઓ પણ જાણો અને શેર કરો
આ કોરોનાનાં સમયમાં સૌથી જરૂરી છે શરીરની રોગપ્રતિકારક શક્તિ. આ સમયમાં જો સ્વસ્થ રહેવું હોય તો રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવી જરૂરી છે. અને લીંબુ એક એવો પદાર્થ છે જે તમારી ઇમ્યુનિટી વધારી શકે છે.
વિટામીન Cની પ્રચૂર માત્રાથી ભરપૂર હોય છે લીંબુ. જો દરરોજનું એક લીંબુ લેવામાં આવે તો શરીરમાં 75થી 90 mg વિટામિન C જમા થાય છે. અને એક પુખ્ત વયની વ્યક્તિનાં શરીરમાં આટલું વિટામીન C દરરોજ જવું જરૂરી છે. આ સાથે લીંબુનું નિયમિત સેવન સ્ટ્રોકની સમસ્યા ઘટાડે છે તેમજ બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રાખે છે. આ ઉપરાંત ચાલો નજર કરીએ દરરોજનું એક લીંબુ ખાવાનાં 7 ફાયદાઓ પર.
જો તમે ખુબ કામ કરીને થાકી ગયા છો અને શરીરમાં ફરીથી તાજગી લાવવાં માંગો છો તો લીંબુ પાણી રામબાણ ઈલાજ છે. આપ ગમે તેટલાં થાકી ગયા હશો એક લીંબુનો રસ કાઢીને લીંબુ પાણી બનાવી પી જાઓ। શરીરમાં તાજગી આવી જશે.. લીંબુ પાણીથી મૂડ પણ સારો બની જાય છે.
વધતા વજનથી પરેશાન લોકોએ લીંબુ પાણીનો ઉપયોગ ચોક્કસથી કરવો જોઈએ. હકિકતમાં લીંબુમાં રહેલા પેક્ટિન ફાઈબર શરીરને ભૂખનો અુનુભવ કરવા દેતા નથી. જેના કારણે વ્યક્તિ કવેળાનો નાસ્તો વગેરે ખાઈ શકતી નથી. જેનાથી વજન નિયંત્રણ રાખવામાં મદદ મળે છે.
લીંબુ પાણી પાચનમાં મદદ રૂપ થાય છે. રોજ સવારે લીંબુ પાણી પીવાથી સમગ્ર દિવસની પાચન ક્રિયા મજબૂત બને છે. આ ઉપરાંત લીંબુ પાણીથી એસિડિટીમાંથી પણ છૂટકારો મેળવી શકાય છે.
લીંબુમાં વિટામીન સીનું પ્રમાણ ઘણું જ હોય છે જેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ મળે છે. સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધારી શકાય છે.
રોજ સવારે લીંબુનું સેવન કરવાથી ત્વચામાં ચમક આવે છે. દરરોજ લીંબુ પાણીના સેવાનથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે. જ્યારે વધતી ઊંમરની કરચલીઓને પણ ઘટાડી શકાય છે. ચમકદાર ત્વચા માટે લીંબુ પાણી ઘણું મદદરૂપ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..