પિતાએ બનાવેલા ઘરમાં હિસ્સો લેવાનો પુત્રને નથી હોતો કાયદાકિય અધિકાર

પ્રોપર્ટીના કાયદાઓને લઇને આજે પણ લોકોને ઘણી મુઝવંણ છે. સમયે-સમયે કોર્ટ એવા નિર્ણય આપે છે, જેને જાણીને તમે તમારી મુઝવંણને દૂર કરી શકો છો. આજે અમે એવા જ એક નિર્ણય અંગે જણાવી રહ્યાં છીએ, જે દિલ્હી હાઇકોર્ટે પિતાની સંપત્તિને લઇને સંભળાવ્યો છે. એવી કોઇપણ સંપત્તિ જે પિતાએ જાતે બનાવી છે, તેના પર દિકરો અથવા દિકરીનો કાયદાકિય અધિકાર હોતો નથી. હાઇકોર્ટ એડવોકેટ સંજય મેહરાનું કહેવું છે કે આ સંપત્તિમાં બાળકો માત્ર પિતાની દયાદ્રષ્ટિથી જ રહી શકે છે. પિતાની ઇચ્છા વગર કોઇપણ સંપત્તિનો દાવો કરી શકતું નથી.

કઇ સંપત્તિ પર કરી શકે છે હકનો દાવો
પૈતૃક સંપત્તિ પર બાળકોનો હક હોય છે. પૈતૃક સંપત્તિ એ એવી સંપત્તિ હોય છે, જે પૂર્વજો દ્વારા બનાવવામાં આવી છે. આવી સંપત્તિમાં દિકરો અથવા દિકરી પોતાનો હક દર્શાવી શકે છે, પરંતુ જો પિતાએ પોતાની કોઇ સંપત્તિ બનાવી છે, તો એ સંપત્તિ બાળકોને આપવી છે કે નહીં તેનો નિર્ણય માત્ર પિતા જ લઇ શકે છે. જો પિતા પોતાની સંપત્તિ કોઇના નામે નથી કરતા અને તેમનું મૃત્યું થઇ જાય છે તો તેવા કેસમાં જે ઉત્તરાધિકારીઓ હોય તેમની વચ્ચે આ સંપત્તિના ભાગલા પાડી દેવામાં આવે છે. તેવામાં દિકરો અથવા દિકરી બન્નેને સંપત્તિની ભાગીદારી સમાન હકમાં મળે છે.

કોઇના પણ નામ પર કરી શકે છે સંપત્તિ
આવા કેસમાં પિતા પોતાની સંપત્તિ કોઇના પણ નામે કરી શકે છે. હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ હેછળ પિતા સંપત્તિનો જે પ્રકારે ભાગ પાડે છે, તે પ્રમાણે જ સંપત્તિ ઉત્તરાધિકારીઓમાં વહેચાય છે. આ પ્રકારના એક મામલામાં દિલ્હી હાઇકોર્ટે પેરેન્ટ્સના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. દિકરાએ પિતાની સંપત્તિ પર અધિકાર દર્શાવ્યો હતો. હાઇકોર્ટે તેને ખારિજ કરી દીધો હતો અને પિતાના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો